આ ફોટોમાં એક વૃક્ષ દેખાઈ રહ્યું છે. પણ આ ઝાડમાંથી જે ડાળીઓ નીકળી રહી છે તેને જો તમે નજીકથી જોશો તો તમને કેટલાક ચહેરા દેખાશે. આ ચહેરા આપણા પ્રખ્યાત નેતાઓના છે… તો કહો કે આમાંથી કેટલા ચહેરા તમે ઓળખી શકશો?
આ એક આર્ટવર્ક છે. તેનું નામ નેશનલ લીડર્સ ટ્રી છે, જે તમને દેખાવમાં માત્ર એક વૃક્ષ જ જોવા મળશે. પરંતુ તેને માત્ર એક વૃક્ષ સમજવાની ભૂલ ન કરો, કારણ કે તેની અંદર 10 ભારતીય નેતાઓના ચહેરા છુપાયેલા છે. હવે ઝડપથી તમારા મનને તાલીમ આપો અને અમને જણાવો કે આ દસમાંથી કેટલા નેતાઓ તમે ઓળખી શકશો અથવા શોધી શકશો.
જો તમને તમામ પ્રયાસો પછી પણ તમામ નેતાઓ ન મળી શક્યા હોય અથવા તેમના નામ ખબર ન હોય તો અમે તમને જણાવી દઈએ કે ફોટામાં જે 10 નેતાઓના ચહેરા છે તેમના નામ આ પ્રમાણે છે- રાજીવ ગાંધી, ઈન્દિરા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નેહરુ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ચંદ્રશેખર આઝાદ અને ડૉ.રાધાકૃષ્ણન.