Ajab Gajb News: ધરતી પર અનેક એવા સ્થળો આવેલા છે જેને જોઇને કોઇ પણ વ્યક્તિ એક વખત દંગ રહી જાય. આજેે એક એવી જ જગ્યા વિશે તમને વાત કરીશું જ્યાં મોટા-મોટા પથ્થરો નીચે આખું શહેર વસેલું છે. આ શહેરમાં દુકાનો, ઘર અને રેસ્ટોરેન્ટ્સ પણ સામેલ છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવે છે. આ શહેરનું નામ છે. સેટેનિલ ડે લાસ બૉડેગાસ. જે સ્પેનમાં આવેલું છે. આ શહેરને ધરતી પરની અજીબ જગ્યોમાથી એક માનવામાં આવે છે. અહીં પથ્થરો નીચે બનેલા ઘરની બનાવટ જોઇને સૌ કોઇ દંગ રહી જાય છે.
શહેરના કેટલાક ઘર ગુફાઓની અંદર બનેલા છે. જેમાંથી કેટલીક પ્રાચીન ગુફાઓ છે. અહીં લગભગ 3000 લોકોની વસ્તી છે. આજની તારીખે આ શહેર ફેમસ ટૂરિસ્ટ સ્પોટ છે. લોકો અનોખી વાસ્તુ કલા અને સ્થાનીય વ્યંજનનો આનંદ ઉઠાવવા અહીં સુધી આવે છે.
પથ્થરો નીચે રહેલા ઘરનો એક મોટો ફાયદો એ છે કે, કારણ કે, ગરમીના દિવસોમાં આ વિસ્તાર ઠંડો અને ઠંડીની સિઝનમાં આ વિસ્તાર ગરમ રહે છે. જેના કારણે લોકોને વિપરીત સિઝનનો સામનો કરવો પડતો નથી. સેટેનિલ ડી લાસ બોડેગાસમાં રહેવાનો મતલબ એ છે કે, તમારે થોડું અલગ રીતે જીવન જીવવું પડે છે.