India News: કર્ણાટકની એક સરકારી શાળાના શિક્ષિકાને તેના વિદ્યાર્થી સાથે પ્રેમ કરવો મુશ્કેલ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા એક સરકારી સ્કૂલની પ્રિન્સિપાલ છે અને ફોટોમાં દેખાતો છોકરો તેની સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી છે. આ બંનેનું આ રોમેન્ટિક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિદ્યાર્થીના પરિવારે બ્લોક એજ્યુકેશન ઓફિસર પાસે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષિકાને સસ્પેન્ડ કર્યા બાદ તેની સામે તપાસની માંગ પણ જોર પકડી રહી છે.
વાયરલ ફોટોશૂટ એક અભ્યાસ પ્રવાસ દરમિયાન થયો હતો અને મહિલા મુરુગમલ્લાની સરકારી હાઈસ્કૂલની પ્રિન્સિપાલ છે. અને વિદ્યાર્થી 10મા ધોરણનો વિદ્યાર્થી છે. તસ્વીરોમાં ટીચર વિદ્યાર્થીને ગળે લગાડતો અને કિસ કરતી જોવા મળી રહ્યો છે અને એક તસ્વીરમાં તેણે તેને પોતાના ખોળામાં પણ ઉપાડી લીધી છે. સોશિયલ મીડિયા પર આ બધું કમઠાણ વાયરલ થઈ રહ્યું છે.”
તેમણે એમ પણ લખ્યું કે વિદ્યાર્થીના માતા-પિતાએ આ બાબતે બ્લોક એજ્યુકેશન ઓફિસરને ફરિયાદ કરી છે. તેમણે શિક્ષકના વર્તનની સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરી છે. કાર્યવાહી કરતા શિક્ષણાધિકારીએ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. વાયરલ થયેલી તસવીરોમાં શિક્ષક અને વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ પોસ્ટને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તે નિર્દોષ નથી.” બીજાએ કહ્યું, “શિક્ષિકા વ્યવહારીક રીતે તેના વિદ્યાર્થીને પ્રેમાળ મુદ્રામાં તાલીમ આપી રહ્યા છે.”
શ્રી રામ મંદિર, યોગી આદિત્યનાથ અને STF ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ રાતોરાત તસાપમાં લાગી
નવા વર્ષ પર સૌથી પહેલાં અને સૌથી સારા સમાચાર, LPGના ભાવમાં મોટો ઘટાડો, જલ્દી જણી લો નવા ભાવ
5 વર્ષના બાળ સ્વરૂપ, 51 ઇંચ લંબાઈ અને વાદળી પથ્થરનો ઉપયોગ, આવી હશે ભગવાન શ્રી રામની પ્રતિમા
એક યુઝરે પ્રશ્ન કર્યો હતો કે ફોટોશૂટ પર શા માટે હોબાળો થયો હતો અને કહ્યું હતું કે “તેમાં કંઈ ખોટું નથી” અને જો કાર્યવાહી કરવી હોય તો “બંનેને સજા થવી જોઈએ”. ડેક્કન હેરાલ્ડના અહેવાલ મુજબ, ફરિયાદ મળ્યા પછી, બીઇઓ વી ઉમાદેવીએ શાળાની મુલાકાત લીધી અને કેટલીક પૂછપરછ કરી. અધિકારીએ આઉટલેટને કહ્યું કે તે યોગ્ય પૂછપરછ કર્યા વિના કંઈપણ કહેવા માંગતી નથી.