21 વર્ષના આ યુવાનની એક આંખ રાતોરાત થઈ ગઈ ગાયબ, ડોકટરો પણ આ કેસથી ચોંકી ગયા, હવે સામે આવ્યુ ચોંકાવનારુ કારણ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

એક 21 વર્ષનો છોકરો દિવસભર થાક્યા પછી થોડી નિદ્રા લેવા માટે સૂઈ ગયો. જ્યારે તે સૂતો હતો ત્યારે તેની આંખો એકદમ સારી હતી પરંતુ જ્યારે તે બીજા દિવસે સવારે જાગ્યો ત્યારે તેની એક આંખની દ્રષ્ટિ જતી રહી હતી. આવું એટલા માટે થયું કારણ કે તે રાત્રે કોન્ટેક્ટ લેન્સ સાથે સૂઈ ગયો હતો! ઘટના જાણ્યા પછી મોટાભાગના લોકો માટે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે, પરંતુ તે સાચું છે કે કેટલાક પરોપજીવીઓ છે જે માંસ ખાય છે અને આવા પરોપજીવીઓ સૂતી વખતે આ વ્યક્તિની આંખો ખાય લીધી. આનુ કારણ બન્યુ તેની આંખોમાં લાગેલા કોન્ટેક્ટ લેન્સ.

પરોપજીવીએ વ્યક્તિની આંખ ખાય લીધી

આ ઘટના અમેરિકાના ફ્લોરિડામાં રહેતા 21 વર્ષીય યુવક માઈક ક્રુમહોલ્ઝ સાથે બની હતી. મળતી માહિતી મુજબ તે છેલ્લા 7 વર્ષથી કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરી રહ્યો છે. તે સ્પષ્ટપણે જાણીતું છે કે વ્યક્તિએ આ લેન્સ પહેરીને સૂવું જોઈએ નહીં અને જો આવું પહેલા થયું હોય તો તેને આંખમાં ખંજવાળ, આંખ લાલ થવી અથવા અમુક અંશે ચેપ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે તમામ મર્યાદા બહારની ઘટના બની. એક આંખ સંપૂર્ણપણે નાશ પામી હતી. ખુદ માઈક માટે આ માનવું સરળ નહોતું. પરંતુ હવે તે પોતાની સાથે બનેલી ઘટનાને સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃતિ અભિયાન તરીકે જણાવી રહ્યો છે જેથી કોન્ટેક્ટ લેન્સ પહેરનાર અન્ય કોઈની સાથે આવું ન થાય.

આંખોની રોશની કેમ ગઈ?

બીજા દિવસે સવારે જ્યારે માઈક જાગ્યો ત્યારે તેને એક આંખમાં દુખાવો હતો. આંખના નિષ્ણાંતને બતાવવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેની આંખ એક અત્યંત દુર્લભ પરોપજીવી દ્વારા ખાવામા આવી  છે. તે વિશ્વાસ કરી શક્યો નહીં. આ પછી તેણે અન્ય એક પછી એક ડોકટરોને તેની આંખો બતાવી અને કોર્નિયા નિષ્ણાતોને પણ મળ્યા. જ્યારે 7 ડોકટરો તરફથી સમાન પ્રતિસાદ મળ્યો ત્યારે માઇકને સ્વીકારવાની ફરજ પડી કે તેની આંખ ખરેખર પરોપજીવી દ્વારા ખાઈ જવામા આવી છે.

મહાશિવરાત્રી 2023: 7 સદીમાં પ્રથમવાર દુર્લભ સંયોગ, 5 મહાયોગમાં થશે શિવપૂજા, નવા કાર્યો માટે શુભ

ભીમાશંકર જ્યોતિર્લિંગનું છે ખાસ રહસ્ય? આ માટે ખુદ ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા, જાણો આખી કથા

ઘણું વાંચ્યું અને જોયું હશે પણ આજ સુધી તમને શિવના આ અવતાર વિશે ખ્યાન નહીં હોય, શિવરાત્રિ પર જાણો આ નામ

ડોકટરોએ માઈકને જણાવ્યું કે તેની આંખમાં એકેન્થેમોબીયા કેરાટાઈટીસ નામનો પરોપજીવી વિકસ્યો છે, જે એક માંસાહારી પરોપજીવી છે અને તેના કારણે આંખોની રોશની સંપૂર્ણપણે જતી રહી છે. આ પરોપજીવીએ સૂતી વખતે માઈકની આંખ ખાધી હતી જેના કારણે આ પરજીવીને કારણે તેની જમણી આંખની રોશની ગઈ છે.


Share this Article
TAGGED: