થાઈલેન્ડમાં એક ભેંસ ચર્ચાનો વિષય બની છે. આ ભેંસ તેના માલિકની દર મહિને મોટી આવકનું કારણ છે. તેનો માલિક આ ભેંસના વીર્યને વેચીને દર મહિને 25 લાખ રૂપિયા કમાય છે. આ ભેંસના વીર્યનો ઉપયોગ જાતિ સુધારણા માટે થાય છે જેથી આવનારી પ્રજાતિની ભેંસ શક્તિશાળી હોય. મોંગકોલ મોંગફેટ, જે મોટી કમાણી કરે છે, તે તેની ભેંસને ‘બિગ બિલિયન’ કહે છે. તે તેને સ્પર્ધાઓમાં લઈ જાય છે. ‘બિગ બિલિયન’ ઘણી સ્પર્ધાઓ પણ જીતી ચૂકી છે. તેની પાસે આવી 20 ભેંસ છે.
‘બિગ બિલિયન’ ખરીદવા લાગે છે લાઈનો
કલાસિન શહેરના રહેવાસી મોગકોલનું કહેવું છે કે તેમની ‘બિગ બિલિયન’ ખરીદવા ઈચ્છુક લોકોની લાઈન છે. આ ભેંસ ખરીદવા માટે એક ખેડૂતે સાડા સાત કરોડ રૂપિયાની કિંમત મૂકી હતી. મોંગકોલે આ ભેંસ 12 લાખ રૂપિયામાં ખરીદી હતી. જો કે આજે તે આ ભેંસના કારણે બમણાથી વધુ કમાણી કરી શકે છે.
આ દિવસે થશે દેવગુરુ ઉદય, ચમકશે આ રાશિઓનું નસીબ, જે કામ હાથમા લેશો તેમા મળશે સફળતા
ફરી એકવાર મોંઘવારીનો માર ગૃહણીઓ પર, સિંગતેલમા એક સાથે થયો આટલા રૂપિયા ભાવ વધારો
ભારતમાં પણ છે આવી જ સ્પેશિયલ ભેંસ
આવી કિંમતી ભેંસ ભારતમાં પણ છે. આ ભેંસનું નામ ભીમ છે અને તે મુર્રાહ પ્રજાતિની છે. કહેવાય છે કે જોધપુરના એક પશુમેળામાં એક વિદેશીએ તેની કિંમત 24 કરોડ રૂપિયા રાખી હતી. જોકે માલિકે તેને વેચવાનો ઇનકાર કર્યો હતો.