આજકાલ જમાનો ઘણો બદલાઈ ગયો છે. એક સમય હતો જ્યારે છોકરીઓ લગ્ન પહેલા કોઈપણ છોકરા સાથે સંબંધ બાંધવામાં શરમાતી હતી, પરંતુ હવે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બનાવવાની પ્રક્રિયા આડેધડ ચાલી રહી છે. ઘણા યુગલો એકબીજાને સાચો પ્રેમ પણ કરે છે અને પછી લગ્ન પણ કરે છે, જ્યારે કેટલીક છોકરીઓ અને છોકરાઓ એવા હોય છે જે ફક્ત કેઝ્યુઅલ રિલેશનશિપમાં રહે છે અને જ્યારે પણ તેઓને બીજો પાર્ટનર મળે ત્યારે એકબીજાથી અલગ થઈ જાય છે. પરંતુ એવું ભાગ્યે જ જોવા મળે છે કે એક છોકરી સેંકડો છોકરાઓને ડેટ કરે છે. . આજકાલ એક એવો જ મામલો ખૂબ ચર્ચામાં છે, જેના વિશે જાણીને લોકો વિચારમાં પડી ગયા છે.
મામલો બ્રિટનનો છે. હકીકતમાં, એક છોકરીએ દાવો કર્યો છે કે તેની બહેને 100 પુરુષોને ડેટ કરી છે અને તે પણ માત્ર એક વર્ષમાં. રસપ્રદ વાત એ છે કે તેની માતાએ પોતે તેને ઘણા બધા પુરુષો સાથે ડેટ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી અને તેને 500 ડોલર એટલે કે લગભગ 41 હજાર રૂપિયા પણ આપ્યા હતા. એટલું જ નહીં, તેને એમ પણ કહ્યું કે જો વધુ પૈસાની જરૂર હોય તો નિર્ભયપણે તેને પૂછો. જે છોકરીએ પોતાની બહેન અને માતા વિશે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેનું નામ એલિસ કેરોલિન છે. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે.
ક્રિકેટ છોડીને ધોની હવે ફિલ્મ જગતમાં ભૂક્કા બોલાવશે, ખૂદ પત્ની સાક્ષીએ આપી દીધું મોટું નિવેદન, ચાહકો પણ ખુશ
કોહલી-રોહિત નહીં, ક્રિકેટની દુનિયામાં આ નવા બેટ્સમેનનો દબદબો, 146 વર્ષમાં પહેલીવાર બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ્સ રોયસ કાર સાથેનો વીડિયો થયો વાયરલ, સોશિયલ મીડિયા યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
ડેઈલી મેલના અહેવાલ મુજબ, એલિસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે તેના પરિવાર સાથે ઉજવણી કરતી જોવા મળી રહી છે અને આ ખુશી તેની બહેનની ડેટ 100 પુરુષો સાથે પૂરી કરવાની ખુશીમાં મનાવવામાં આવી રહી હતી. વિડિયોમાં, એલિસે તે પુરુષોના નામની યાદી પણ બતાવી છે કે જેમની બહેને તેની ડેટ કરી હતી. એલિસે જણાવ્યું કે તેની બહેનને 500 ડોલર મળ્યા હોવા છતાં તેણે એક રૂપિયો પણ ખર્ચ્યો નથી. અહેવાલો અનુસાર, માતા ઈચ્છતી હતી કે લગ્ન પછી પુત્રીને પુરુષો વિશે કોઈ આશંકા કે શંકા ન હોય, તેથી તેણે પુત્રીને જુદા જુદા પુરુષો સાથે ડેટ પર જવા માટે પ્રોત્સાહિત કર્યા.