અલ્જેરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ત્રણ ભાઈઓએ તેમની પત્નીઓને એકસાથે છૂટાછેડા આપી દીધા છે. છૂટાછેડાનો નિર્ણય લેતા તેઓએ કોઈ સમય લીધો ન હતો તે ચોકાવનારુ છે. તે ત્રણેએ એક મિનિટમાં વિચાર-વિમર્શ કરીને તેમની પત્નીઓને છોડી દેવાનો નિર્ણય લીધો હતો. ત્રણેય ભાઈઓની પત્નીઓએ તેમની બીમાર વૃદ્ધ માતાની કાળજી લીધી ન હતી જે આ પાછળનુ કારણ હોવાનુ કહેવામા આવી રહ્યુ છે.
એક અહેવાલ મુજબ મહિલાઓ સાસુ-સસરાની કાળજી લેતી ન હતી અને તેમના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખતી ન હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ત્રણેય ભાઈઓ કામ પરથી ઘરે પહોંચ્યા અને એક પાડોશી મહિલાને તેમની બીમાર વૃદ્ધ માતાને નવડાવતી જોઈ. તેની ત્રણેય પત્નીઓ ત્યાંથી ગુમ હતી. આ જોઈને ત્રણેય ભાઈઓ ખૂબ ગુસ્સે થઈ ગયા.
પોતાની પત્નીઓને બોલાવી અને એક જ મિનિટમાં ત્રણેય ભાઈઓએ પોતાની પત્નીઓને છૂટાછેડા આપીને લગ્નજીવનનો અંત લાવી દીધો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ મહિલાની દેખરેખ તેની પુત્રી કરતી હતી. પુત્રી અઠવાડિયામાં બે વાર તેની પાસે આવતી અને તેને નવડાવતી અને ખવડાવતી. પરંતુ આ દરમિયાન તેના પતિને કેન્સર થયું, જેના પછી તે તેની માતા પાસે આવી શકી નહીં.
પુત્રીની ગેરહાજરીને કારણે વૃદ્ધ મહિલાની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો હતો. ત્રણેય પુત્રોએ તેમની પત્નીઓને કહ્યું હતું કે જ્યાં સુધી બહેન ન આવે ત્યાં સુધી તેઓ માતાની સંભાળ રાખે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય પત્નીઓએ તેમની સાસુ-સસરાની સંભાળ રાખવાની ના પાડી દીધી અને પછી એક દિવસ ત્રણેય ભાઈઓએ તેમની પત્નીઓને છૂટાછેડા આપી દીધા.