ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાનના દરેક કણમાં ભગવાનનો વાસ છે. અહીંની નદીઓ અને ધોધથી લઈને ધાર્મિક સ્થળોનું પોતાનું આગવું મહત્વ અને ઈતિહાસ છે.ઉત્તરાખંડની કેટલીક ચમત્કારી જગ્યાઓ લોકોને આકર્ષે છે જેમાં અહીંનો ધોધ પણ આવે છે. આ ધોધ વિશે એવું કહેવામાં આવે છે કે તેનું પાણી પાપી લોકોના શરીર પર પડતાની સાથે જ પડવાનું બંધ થઈ જાય છે. ચમોલી જિલ્લાના બદ્રીનાથમાં આવેલા આ ધોધ વિશે કંઈક આવું જ કહેવાય છે. આવો અમે તમને આ ધોધ વિશે વિગતવાર જણાવીએ.
પાપી લોકોની ઉપર નથી પડતુ વસુધરા ધોધનુ પાણી
આ ધોધ બદ્રીનાથથી 8 કિમી અને ભારતના છેલ્લા ગામ માનાથી લગભગ 5 કિમી દૂર આવેલો છે. દરિયાની સપાટીથી 13,500 ઊંચો આ ધોધ વસુધરા તરીકે ઓળખાય છે. શાસ્ત્રોમાં પણ ધોધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તમને જણાવી દઈએ કે, પવિત્ર ધોધની અંદર ઘણી રહસ્યમય વસ્તુઓ રહેલી છે. આ ધોધનું પાણી લગભગ 400 ફૂટની ઉંચાઈથી પડે છે અને તેનો સુંદર મોતીનો પ્રવાહ તમને સ્વર્ગમાં હોવાનો અહેસાસ કરાવશે. આ ધોધની સૌથી ખાસ વાત એ છે કે તેનું પાણી નદીની નીચે ઊભેલા દરેક વ્યક્તિ પર નથી પડતું.
સહદેવે અહીં પોતાનું બલિદાન આપ્યું હતું
શાસ્ત્રો અનુસાર પાંચ પાંડવોમાંથી સહદેવે અહીં પોતાનું બલિદાન આપ્યું હતું. એવું માનવામાં આવે છે કે જો આ ધોધનું એક ટીપું કોઈપણ વ્યક્તિ પર પડે તો સમજવું કે તે વ્યક્તિએ જીવનમાં કોઈ સારું કામ કર્યું છે. આ જ કારણ છે કે દેશ-વિદેશના લોકો આ ચમત્કારિક ધોધની નીચે એકવાર જરૂરથી ઉભા રહે છે. કહેવાય છે કે આ ઝરણાના પાણીમાં અનેક ઔષધિઓના ગુણ પણ છે. આ પાણી અનેક છોડને સ્પર્શીને નીચે આવે છે. એટલા માટે આ પાણી જેના પર પડે છે તેના શરીરમાંથી અડધી બીમારીઓ દૂર થઈ જાય છે.
તુર્કીમાં ભૂકંપથી મૃતકોની સંખ્યામાં સતત વધારો, 11 હજારથી વધુ લોકોના થયા મોત, 40,000થી વધુ લોકો ઘાયલ
એવું માનવામાં આવે છે કે અષ્ટ વસુએ અહીં તપસ્યા કરી હતી જેના કારણે આ ધોધનું નામ વસુધરા પડ્યું હતું. આ ધોધ એટલો ઊંચો છે કે તમે પહાડનું છેલ્લું શિખર એક સાથે જોઈ શકશો નહીં. અહીં પહોંચવા માટે તમે માના ગામમાંથી ઘોડા-ખચ્ચર અને દાંડી-કાંડી સુવિધાઓનો લાભ લઈ શકો છો. માના ગામથી વસુધરા સુધીનો ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. સરસ્વતી મંદિર પસાર કર્યા પછી ફક્ત 5 કિમીનો ટ્રેક બચે છે, પરંતુ અહીંથી ટ્રેકિંગ ખૂબ મુશ્કેલ બની જાય છે. જમીન ખૂબ જ સખત અને ખડકાળ હોવાથી માનાથી વસુધરા સુધીના ટ્રેકિંગમાં માત્ર 2 કલાકનો સમય લાગે છે. જો કે રસ્તામાં ભોજન અને પાણીની કોઈ સુવિધા નથી.