સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ઝાડમાંથી સતત પાણી નીકળી રહ્યું છે. એવું લાગે છે જાણએ કે, ઝાડ નહીં પરંતુ ટ્યૂબવેલ છે. આ વીડિયો જોયા પછી લોકો આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ વીડિયોને શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી ૧૨ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યૂઝર્સ આશ્ચર્યમાં મુકાયા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ૧૫૦ વર્ષ જૂના ઝાડમાંથી સતત ૧૯૯૦થી પાણી નીકળી રહ્યું છે. એવું લાગે છે જાણે ટ્યૂબવેલ લગાવવામાં આવ્યું છે.
https://twitter.com/gunsnrosesgirl3/status/1655623988440178688
વાયરલ થઈ રહેલા આ વીડિયોને ટ્વીટર પર શેયર કરાયો છે. આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરાઈ રહી છે. એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, જમીનમાંથી પાણી લીક થઈ રહ્યું છે. જેમાં ઝાડમાંથી પાણી નીકળી રહ્યું છે. ઘણા સ્થળોએ આ પ્રકારની ઘટનાઓ જોવા મળી છે. આ શેતૂરનું ઝાડ છે જેમાં ૧૯૯૦થી સતત પાણી નીકળી રહ્યું છે. આ વીડિયો જોયા પછી લોકો પાણી નીકળવાના ઘણા કારણો જણાવી રહ્યા છે.