Ajab-Gajab: વિશ્વના અલગ-અલગ દેસોમાં અલગ-અલગ રીતિ-રિવાજ અને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ આધુનિક યુગમાં આજે પણ ઘણા એવા લોકો છે, જે પોતાની જૂની પરંપરાનું પાલન કરી રહ્યા છે. આદિવાસી પ્રજાતિઓ હજુ પણ હજારો વર્ષ જૂની પરંપરાનું પાલન કરી રહી છે. તેમાં કેટલીક જાતીઓ એવી છે, જે વિચિત્ર રીતિ-રિવાજોનું પાલન કરે છે, જેના અંગે તમે જાણીને આશ્ચર્યમાં મુકાઈ જશો.
આજે અમે તમને એક પ્રજાતિના રીતિ-રિવાજ અંગે જણાવીશું, જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. તેની સાથે તમે આશ્ચર્યમાં પણ મુકાઈ જશો. આ પ્રજાતિમાં દુલ્હનને વિચિત્ર રીતે આશીર્વાદ આપવાની પરંપરા છે. ખરેખર આ પ્રજાતિના લોકો દુલ્હનના માથા પર થૂકીને આશીર્વાદ આપે છે. આવો જાણીએ કે આ પ્રજાતિ ક્યાં હોય છે અને આ વિચિત્ર પરંપરાનું પાલન કેમ કરે છે.
આ પ્રજાતિનું નામ મસાઈ છે, જે કેન્યા અને તંજાનિયામાં જોવા મળે છે. આ પ્રાજતિમાં યુવતીઓના લગ્ન પછી જ્યારે વિદાય થાય છે, તો પિતા દુલ્હનના માથા અને બ્રેસ્ટ પર થૂકે છે. એવું કહેવાય છે કે, આ વિચિત્ર રીતે પિતા પોતાની દીકરીને આશીર્વાદ આપે છે. આ પ્રજાતિમાં સદીઓથી આ પરંપરા ચાલી રહી છે.
આ પરંપરા મુજબ, આ પિતાનો પોતાની દીકરી પ્રત્યે પ્રેમ દર્શાવવાની રીત છે. પિતાના થૂંકવાને દીકરી પણ આશીર્વાદ માને છે. આ પ્રજાતિમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે, લગ્ન પછી દુલ્હનનું માથે ટકો કરાવી દેવામાં આવે છે. તે પછી દુલ્હન પોતાના પિતાની સામે ઘૂંટણ ટેકવી દે છે અને પોતાના પરિવારજનોના આશીર્વાદ લે છે.
પિતા અને વડીલ આ દરમિયાન દુલ્હનના માથા અને બ્રેસ્ટ પર થૂકે છે. આ પ્રજાતિમાં આ દુલ્હન માટે શુભ માનવામાં આવે છે. તે સિવાય નવજાત બાળકો સાથે પણ આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.