આજે અહી દુનિયાની એક અનોખી જોડિયા જોડી વિશે વાત કરવામા આવી રહી છે. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં રહેતી બે જોડિયા બહેનોના લગ્ન અંગે અહી વાત કરવામા આવી રહી છે. અન્ના અને લ્યુસી ડેસિંક નામની બહેનો 37 વર્ષની છે. હાલમાં જ બંને પોતાના બોયફ્રેન્ડ સાથે ડેટ નાઈટ પર ગયા હતા. ખાસ વાત એ છે કે બંનેનો મંગેતર એક જ છે. આ અવસર પર બંનેએ પણ એક સરખો જ ડ્રેસ પહેર્યો હતો.
તેના ફ્રોકની ડિઝાઈન સોનાની જ્વેલરીથી કરવામાં આવી હતી જેમાં ઇયરિંગ્સ પણ સામેલ હતી. બંનેનો મેકઅપ પણ એક જ પ્રકારનો હતો. જોડિયા બહેનોએ આ સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર ખાસ કેપ્શન સાથે પોસ્ટ કરી છે.
તેમાં લખ્યું હતું, ‘સારી વસ્તુઓ ત્રણ સાથે આવે છે. અન્ના અને લ્યુસી જેઓ કહે છે કે તેઓ ‘બધું એકસાથે વહેંચે છે’ અને ‘ક્યારેય અલગ થઈ શકતા નથી’, બેન બાયર્ન સાથે સગાઈ કરી છે.
આ પહેલા બંનેએ એપ્રિલમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. પછી બંનેએ કહ્યું કે તેઓ એક જ પતિ સાથે એક જ સમયે ગર્ભવતી થવાની કોશિશ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બંને બહેનો એકસાથે સ્નાન કરે છે. બંને એકસાથે ટોયલેટનો પણ ઉપયોગ કરે છે. બંને છેલ્લા 11 વર્ષથી તેમના ભાવિ પતિ સાથે છે. તેઓ બધા રોજ રાત્રે એક જ મોટા પલંગ પર સાથે સૂઈ જાય છે.