ગાંધીના ગુજરાતમાં દારૂ બેફામ વેચાણ છે પરંતુ સરકાર કહે છે કે, ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે લઠ્ઠાકાંડે સમગ્ર પોલ ખોલી નાંખી છે. અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિ અટકાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અમરેલી તાલુકાના મોણપુર અને દામનગરના ઠાંસામાથી વિદેશી દારૂની ૨૪૨ બોટલ ઝડપી લઇ ૨.૯૭ લાખનો મુદામાલ કબજે લીધો હતો.
દામનગર પોલીસે બાતમીના આધારે ઠાંસા ગામ નજીકથી એક વાહનને અટકાવી તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂની ૫૦ નંગ બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે કાજુ કાસમભાઇ બાંગડીયા, કૈલાસ આદમભાઇભાઇ બધેલ નામના શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે અહીથી કુલ રૂપિયા ૨,૩૦,૨૫૦નો મુદામાલ કબજે લીધો હતો.
બનાવની વધુ તપાસ એએસઆઇ પી.આર.દેશાણી ચલાવી રહ્યાં છે.આ ઉપરાંત અમરેલી તાલુકા પોલીસે મોણપુર ગામે એક રહેણાંકમા દારૂ અંગે દરોડો પાડયો હતો. પોલીસને અહીથી વિદેશી દારૂની ૧૯૨ બોટલ મળી આવી હતી. જાે કે પ્રકાશ રાણાભાઇ ડેર નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે અહીથી ૬૭૧૩૫નો મુદામાલ કબજે લીધો હતો. બનાવ અંગે એએસઆઇ એચ.ડી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.