ખાંભાના નાની ધારી ગામમાં સિંહ અને સિંહણ ઘૂસી આવ્યાં હતા. મેટિંગ દરમિયાન અચાનક સિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને ખેત મજૂર યુવાન ઉપર હુમલો કર્યો હતો. જેથી વનવિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે યુવાનના માત્ર પગ મળી આવ્યાં હતા. સિંહ અને સિંહણે યુવાનને ફાડી ખાધો હતો. વનવિભાગની ટીમે મધરાતે સિંહને પાંજરે પુર્યો હતો. જાેકે, સિંહણને પાંજરે પુરવાની તજવીજ હાલ શરૂ છે.
અમરેલી જિલ્લામાં સિંહો સહિત વન્યપ્રાણીનો આતંક સતત વધી રહ્યો છે. જેને પગેલે લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. ત્યારે ખાંભાના નાની ધારી ગામમાં મધ્યપ્રદેશના વતની ભાયદેશ બુલાભાઈ પયાર ખેત મજૂરી કરી રહ્યા હતા. ત્યારે ખેતીવાડી વિસ્તારમાંથી ઘરે પરત આવતા હતા તે દરમિયાન રસ્તા વચ્ચે સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા અને યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહને પાંજરે પુરી દીધો છે.
જ્યારે સિંહણને પાંજરે પુરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવશે. જે માટે પાંજરા પણ ગોઠવી દીધા છે. તેમજ જણાવ્યું કે, આ મજૂર તે બાજુમાંથી પસાર થતો હતો ત્યારે આ ઘટના બની છે. તેમજ કેમ આવી ઘટનાઓ બની રહી છે તેની અમે તપાસ કરીએ છીએ. સિંહ અને સિંહણ મેટિંગ પીરિયડમાં હતા ત્યારે આ ઘટના બની હતી. વનવિભાગે સિંહના કબજામાંથી યુવકની લાશને છોડાવવા ખુબ પ્રયાસ કર્યા હતા. તેમ છતાં સિંહ આ મૃતકની લાશને છોડવા તૈયાર ન હતો અને આક્રમણ થઈને શિકાર કરી રહ્યો હતો.
વનવિભાગના કાફલાએ પહોંચી વિસ્તારને કોર્ડન કર્યો હતો તેમ છતાં સિંહે યુવકની લાશને છોડી ન હતી અને વનવિભાગના હાથમાં યુવકના માત્ર બે પગ જ આવ્યાં હતા. એક કલાક સુધી સિંહ મૃતકની લાશ ઉપરથી ખસ્યો ન હતો. આ ઘટનાને પગલે ધારી ગીર પૂર્વ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાની ટીમ તેમજ સ્થાનીક આર.એફ.ઓ સહિતના અધિકારીઓ દોડી આવ્યાં હતા. સિંહે હુમલો કરતા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં યુવાનના માત્ર પગ જ મળી આવ્યાં હતા. જેને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
સિંહ અને સિંહણે આક્રમણ રીતે શિકાર કરી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે. વનવિભાગ દ્વારા સિંહ અને સિંહણનું લોકેશન શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી. ત્યારે મધરાતે વનવિભાગનની ટીમે સિંહને પાંજરે પુર્યો હતો. ધારી ગીર પૂર્વના ડી.સી.એફ.રાજદીપ સિંહે આ ઘટનાની ખૂબ ગંભીરતા પૂર્વક નોંધ લીધી હતી અને વનવિભાગના કર્મચારીઓની રેસ્ક્યૂ ટીમ સાથે કલાકો સુધી ઓપરેશનમાં જાેડાયા હતા. સિંહને પાંજરે પુરવામાં ડી.સી.એફ.ની ટીમને મહત્વ પૂર્ણ સફળતા મળી છે જેના કારણે અન્ય ઘટના બનતી અટકી ગઈ છે.