મૌલિક દોશી (અમરેલી): આજરોજ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનની બોટ નંબર જીજે એમપી 1217 પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચ બી ચૌધરી સાહેબ શ્રી ના સંકલનમાં રહી મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. બી. મજીઠીયા ટેલિફોનિક સૂચનાથી પેટ્રોલિંગમાં બોટના મેમ્બર સ્ટાફ તથા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ આર ચાવડા તથા મરીન કમાન્ડો ને જાણ થઈ હતી.
દરિયાની અંદર માછીમારી કરતી બોટ અક્ષા જેના રજીસ્ટ્રેશન નંબર જીજે 14 એમ.એમ 483 માં એક ખલાસી પરસોતમ ભાઈ બીજલ ભાઈ બારીયા ઉમર વર્ષ ૩૫ રહે શિયાળબેટ અને માછીમારી દરમિયાન લોખંડની ખુટી માથાના ભાગે લાગેલ હોય અને ગંભીર રીતે ઇજા થઈ ગતી.
તેમજ વધારે પડતું બ્લડીંગ થઈ ગયેલ હોય જેથી તેને તાત્કાલિક સારવાર તે દરિયામાંથી બહાર લાવવા માટે જણાવેલ હોય જેથી બોર્ડ સુધી પહોંચી ખલાસીનો રેસ્કયુ કરી કિનારે લાવી ૧૦૮ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા