મૌલિક દોશી (અમરેલી): જાગૃત નાગરિકોએ જાહેરમા બોર્ડ મુકી પોલીસનો કાન પકડયો અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અવારનવાર પ્રોહિબિશન ડ્રાઇવ ગોઠવવામા આવે છે અને ચોપડે અનેક કેસો બતાવાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે જિલ્લાભરમા દારૂની બદી ફુલીફાલી છે . કેટલાક ગામોમા દારૂની રેલમછેલ હેાય તેવી સ્થિતિ છે . ખાંભાના ડેડાણમા જાગૃત નાગરિકોએ દારૂના ધંધાર્થીઓ વિશે જાહેરમા બોર્ડ મુકી પોલીસનો કાન પકડયો છેઅમરેલી જિલ્લામાં પાછલા કેટલાક સમયથી દેશી અને ઇંગ્લીશ દારૂનુ દુષણ વધ્યું છે .
ત્યારે ખાંભાના ડેડાણમા ગામમા કેટલા કેટલા સ્થળે દારૂના હાટડા ચાલી રહ્યાં છે તેના નામ સરનામા સાથેનુ બોર્ડ કોઇએ જાહેર ચોકમા જ મુકતા પોલીસ દોડતી થઇ ગઇ હતી . અને ઠેકઠેકાણે દરોડા પાડયા હતા અમે તમામ ઘરોમાં તપાસ કરી : પીએસઆઇ ખાંભાના પીએસઆઇ ગોહિલે જણાવ્યું હતુ કે આ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે બોર્ડમા લખેલા તમામ લોકોને ત્યાં રેડ કરી હતી . ચાર સ્થળેથી દેશીદારૂ ઝડપાયો છે . અહી અવારનવાર રેડ કરીએ.
હજુ પણ કોઇ ચોરી છુપીથી દારૂ વેચતુ હશે તો છોડવામા નહી આવે . મારા ઘરે અને ખેતરમા પોલીસે તપાસ કરી- સરપંચ પતિ ડેડાણના સરપંચના પતિ અલારખાભાઇ પઠાણે જણાવ્યું હતુ કે કોઇએ બોર્ડ મુકયા બાદ પોલીસે મારા ઘરે અને ખેતરમા પણ તપાસ કરી હતી . અમારી પાસેથી પોલીસને દારૂ મળ્યો નથી . ગામમા થોડા ઘણા બંધાણીઓ છે .
જો દારૂ પીને જાહેરમા ખેલ કરશે તો અમે પોલીસને જાણ કરીશુ . દારૂ માટે દીવ ન જવુ ખાંભામાં મળી રહેશે : જાગૃત નાગરિક આ વિસ્તારના જાગૃત લોકોએ થોડા દિવસ પહેલા ખાંભામા પણ પોલીસની ઉંઘ ઉડાડી હતી અને બસ સ્ટેન્ડ ચોકમા જ ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ પર જ એવુ લખાણ મુકયુ હતુ કે દારૂ માટે દિવ ન જવુ , ખાંભામા મળી રહેશે