મૌલિક દોશી (અમરેલી): ગીર જંગલ સિંહ સિવાય અનેક પ્રાણીઓનું ઘર છે . ત્યારે આ ઘરમા વસતા તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે . ગીર જંગલ સહિત દરીયા કિનારે પણ તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે . વન વિભાગે ખાસ અલગ અલગ ટીમ બનાવી ગણતરી હાથ ધરવામાં આવી છે . સાસણ ગીર જંગલના ૧૪૦૦ થી વધારે સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ફેલાયુ છે . આ જંગલમા વસતા તૃણાહારી પ્રાણીઓની વસતી ગણતરી શરૂ કરવામાં આવી છે .
જેમા હરણ , ચિત્તલ , સાબર , નીલગાય , ચોસિંગા , ચિંકારા , જંગલી ભૂંડ , વાંદરાની સાથે મોરની પણ વસ્તી ગણતરી કરવામાં આવશે . વન વિભાગના ઝ મોહન રામે જણાવ્યું કે , વન વિભાગના સ્ટાફને ખાસ ટ્રેનીંગ આપવામાં આવી છે . જેમા વન વિભાગના નક્કી કરેલા રૂટ પર જીપ્સી અને બાઈક દ્વારા ગણતરી કરવમાં આવશે . તેની સાથે ટેકનોલોજીનો ઉપયોગમા દૂરબીન તેમજ કેમેરાથી ચકાસણી કરાશેઆ ઉપરાંત તૃણાહારી પ્રાણીઓની કઈ જગ્યાએ નર અને કઈ જગ્યાએ માદા જોવા મળ્યું તેનો પણ અભ્યાસ કરીને પેપરવર્ક કરવામા આવશે .
આ ગણતરી ૮ મેના રોજથી શરૂ થી છે , જે ૨૦ મે સુધી ચાલશે અને ત્યાર બાદ અંદાજીત ગીર જંગલમા કેટલાં તૃણાહારી પ્રાણીઓ વસવાટ કરે છે તેનો અંદાજ આવશે . ડો.મોહન રામે કહ્યુ કે , આજે ગીર જંગલમા સિંહ અને દીપડાનો ખોરાક મનાતા તૃણાહારી પ્રાણીઓ છે . જયારે તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી ઉનાળામાં કરવી વધુ સરળ છે . કારણ કે , આ પ્રાણીઓ ઉનાળામાં સૌથી વધુ પીવાના પાણીના પોઇન્ટ ઉપર આવે છે , જેનાથી તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવામાં આસાની થાય છે.