રિપોર્ટર: મૌલિક દોશી અમરેલી:
મીત્ર ગુમાવ્યાનુ દુ:ખ શબ્દોથી વર્ણવી ન શકુ – માયાભાઈ આહિર
સાંસદ કાછડીયા, ધારાસભ્યો કાકડીયા, ઠુંમર, જીલ્લા ભાજપ પ્રમુખ વેકરીયા,
ડેરી ચેરમેન સાવલીયા, ડી.કે.રૈયાણી સહિતના જનસમુદાયે શ્રધ્ધાસુમ અપર્ણ કર્યા
બેસણું –પ્રાર્થનાસભા
તા.૩૦/૦૪/ર૦રર, શનિવાર બપોરના ર થી ૬ ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ, અમરેલી
જેમનો જીવ અને જીવન પરોપકારી પ્રવૃતિને સમર્પિત કરવામા આવેલ તેવા સેવા ટ્રસ્ટના પ્રમુખ, જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજીંગ ડીરેકટર અને રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીના નાનાભાઈ ચંદુભાઈ સંઘાણીએ અણધારી જીવન લીલા સંકેલી લેતા સંઘાણી પરિવાર, વિશાળ મીત્ર સમુદાય, સામાજીક–સહકારી સંસ્થાઓ શોકમગ્ન બની છે.
ચંદુભાઈ સંઘાણીના પરમ મીત્ર એવા સાહિત્યકાર માયાભાઈ આહિરે ભાવુક હૃદયે શ્રધ્ધાંજલી અપર્ણ કરેલ. મહિલા વિકાસ ગૃહની નિરાધાર બાળાઓપર પિતાથી પણ સવાયો પ્રેમ, ભાળ–સંભાળ રાખનાર ચંદુભાઈએ તાજેતરમાં જ આ સંસ્થાની એક પુત્રીનું કન્યાદાન કરીને પ્રસંશનીય સામાજીક કેડી કંડારી, પક્ષી–પર્યાવરણ જાળવણી માટેની ઝુંબેશ શારીરીક અસ્વસ્થતા વચ્ચે પણ શરૂ રાખી અનેક અબોલ જીવોનું જતન અને સુરક્ષાકાર્ય કરતા રહયા.
કાળુભાઈ સંઘાણી, દિલીપભાઈ સંઘાણી, જયંતિભાઈ સંઘાણી, મુકેશભાઈ સંઘાણી, જયસુખભાઈ સંઘાણીના ભાઈ તેવા ચંદુભાઈ સંઘાણીની સ્મશાનયાત્રા પૂર્વે તેમના પાર્થિવ શરીરને સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્યો જે.વી.કાકડીયા, વિરજીભાઈ ઠુંમર, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, ડી.કે.રૈયાણી સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત મીત્ર મંડળ પરિવારોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. સદ્ગત ચંદુભાઈ સંઘાણીનું બેસણું–પ્રાર્થના સભા તા.૩૦/૦૪/ર૦રર, શનિવારના રોજ બપોરના ૦ર–૦૦ થી ૦૬–૦૦, ખેડૂત તાલીમ કેન્દ્ર, લીલીયા રોડ, અમરેલી ખાતે રાખવામા આવેલ છે.