મૌલિક દોશી ( અમરેલી): આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશીષ ભાટીયા, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ ઉપસ્થિત રહેલ હતા. આ સમારોહમાં વર્ષ-૨૦૨૦માં ગુજરાત રાજ્યમાં ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરનાર કુલ-૧૧૦ વિવિધ રેન્કના પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓનું DGP’s Commendation Disc-2020 તથા સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવેલ હતુ.
જેમાં અત્રે અમરેલી જિલ્લાના હિમકર સિંહ (IPS), પોલીસ અધિક્ષક, અમરેલી કે.જે.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી,સાવરકુંડલા ડીવીઝન, સાવરકુંડલા તથા જે.એમ.કડછા, પી.એસ.આઇ.,સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમરેલીનાઓને DGP’s Commendation Disc-2022 એવોર્ડ તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ હતા. અમરેલી જિલ્લામાંથી ઉપરોક્ત ત્રણ પોલીસ અધિકારીશ્રીઓને DGP’s Commendation Disc-2022 એવોર્ડ થતા, અમરેલી જીલ્લા પોલીસ બેડામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.