મૌલિક દોશી (અમરેલી): 3 વર્ષ 9 મહિના અને 28 દિવસ અમરેલી જિલ્લાની ૧૬ લાખની જનતાને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવનાર કર્તવ્યનિષ્ઠ એસ.પી. શ્રી નિર્લિપ્ત રાય સાહેબનો અમરેલી જનતા તથા નામી-અનામી સંસ્થાઓ દ્વારા યાદગાર અને ભવ્ય વિદાય સમારંભ અમરેલીના સીનીયર સીટીઝન પાર્ક ખાતે આયોજન કરવામાં આવ્યો હતો.
આ ભવ્ય વિદાય સમારંભમાં રાજકારણીઓ સમાજના અગ્રણીઓ વેપારીઓ સહિતના નામી-અનામી લોકો બોહડી સંખ્યામાં ઉપસ્થિત રહીને કર્તવ્યનિષ્ઠ એસપી સાહેબ ને ભીની આંખે વિદાય આપી હતી કર્તવ્યનિષ્ઠ અધિકારીની કામગીરી અમરેલી જિલ્લાના આ ભવ્ય વિદાય સમારોહમાં સ્પષ્ટ જોવા મળી હતી.
એસપીના કાર્યકાળ દરમિયાન અમરેલી જનતા જે કાયદો-વ્યવસ્થા ની મજબૂત પકડ આજ દિન સુધી કદા પણ નજોય હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું આ ભવ્ય વિદાય સમારંભ જોઈ સૌ કોઈ ચકિત થઈ ગયું હતું એસપી દ્વારા શહીદ સ્મારક ખાતે પોતાના અંતિમ દિવસ દરમિયાન વંદન કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી