ભવર મીણા ( પાલનપુર ) નવી આશા,નવું સ્વપ્ના સાથે આદિવાસી બાળકો ને આગળ વધવા માટે દાતાઓ ના સહયોગ થી સંવેદના ટ્રસ્ટ દ્વારા સરકાર દ્વારા કરાતી ભરતી ની તૈયારી કરાવવા માં આવી રહી છે.જેમાં 70 જેટલા બહેનો અને ભાઈઓ ને તાલીમ આપવામાં આવે છે. અમીરગઢ તાલુકા ના વિરમપુર સ્થિત ‘સંવેદના ટ્રસ્ટ’ ના કેમ્પસ માં 50 જેટલા આદિવાસી તથા અન્ય પછાત વર્ગોના યુવક યુવતીઓ માટે PSI ,LRD, તલાટી વગેરેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના નિઃશુલ્ક વર્ગોની શરૂઆત કરવામાં આવી.
ફિઝિકલ ટેસ્ટ પાસ કરનાર યુવક યુવતીઓ માટે પરીક્ષાને લગતું સાહિત્ય અને દરેક વિષયના નિષ્ણાતો દ્વારા લેક્ચરની વ્યવસ્થા ગોઠવવામાં આવી. છેલ્લા કેટલાક વર્ષોથી અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની પરીક્ષાઓ માટે ટ્રસ્ટ દ્વારા મથામણ કરવા માં આવતી હતી . ગરીબ આદિવાસી વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ની તૈયારી માટે કોઈ વ્યવસ્થાઓ નહોતી. ‘સંવેદના ટ્રસ્ટ’ દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવી જ પહેલ માં કાર્યકર્તા શંકરભાઈ માણસા, દાંતાના રાવજીભાઈ, પાલનપુર ના પ્રિયંકાબહેન તેમજ તેમના સાથી મિત્રોએ આ કાર્યક્રમ ગોઠવવામાં નિમિત્ત બની સહકાર આપ્યો હતો.
ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ પટેલે આ આખોય પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થાય એ માટે ખુબ જ ઉત્સાહ દર્શાવી મહેનતથી સરસ ગોઠવણ કરી આપી. મેનેજીંગ ટ્રસ્ટી આદરણીય શંકરકાકાએ આ નવા સાહસમાં તમામ સહયોગ આપવાની કોશિશ કરવાની ઉત્સાહભેર ખાત્રી આપી છે. વયોવૃદ્ધ સંસ્થા મિત્ર USEFIના ભૂતપૂર્વ નિયામક અને ERC( Educational Resource Centre, NEWDELHI)ના સંસ્થાપક અને સંચાલક શારદાબેન નાયકે પણ કાર્યમાં તેમની સંસ્થાને જોડી સહયોગ આપવાની ખાત્રી આપી છે. અમારા આ નૂતન સાહસને પાર પાડવા સૌનો ટેકો મળી રહેશે તેવી શ્રદ્ધા છે. અત્રે ઉલ્લેખનીય છેકે,આદિવાસી બાળકો ને આ તાલીમ માં તકલીફ ન પડે તે હેતુ થી અમીરગઢ તાલુકા માં વર્ષો થી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અને વડગામ તાલુકાના વતની કિરણ ભાઈ વડગામાં દ્વારા 50 જેટલા સાહિત્ય પુરા પાડવા માં આવ્યા હતા.