મૌલિક દોશી (અમરેલી)
અમરેલી રમત ગમત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાઠી રોડ સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રમત ગમત વિભાગ દ્વારા અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલ કર્ટેન રેઈઝર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય રાજ્યના છેવાડાના ગામડા સુધી ખેલ મહાકુંભમાં ભાગ લેવાની પ્રેરણા મળે ઉત્સાહથી ભાગ લઇ પ્રતિભા ખીલે સર્વાંગી વિકાસ થાય અને પોતાની મનગમતી સ્પર્ધામાં વિજેતા બની રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલો પ્રાપ્ત કરવા તક મળે આગામી ઓલમ્પિકમાં ૬૦ થી વધારે ગુજરાતી ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરે તેવો હતો. આ તકે નિવાસી અધિક કલેકટર આર. વી. વાળા, પ્રાંત અધિકારી શ્વેતા પંડ્યા, રમત ગમત અધિકારી અશરફ કુરેશી, સિનિયર કોચ હેલી જોશી, વિદ્યાસભા ટ્રસ્ટના મંત્રી ચતુર ખુંટ તેમજ વિવિધ રમત એસોસીએશનના હોદ્દેદારો, વ્યાયામ શિક્ષક સંઘના હોદ્દેદારો, શાળાના વ્યાયામ શિક્ષકો કોચ ટ્રેનર અને રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ જિલ્લાવતી મેડલ જીતનાર ખેલાડી ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. અમરેલીના રમતવીરોને બહોળી સંખ્યામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરાઇ.ર