રિપોર્ટર: મૌલિક દોશી, અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામમાં હાથસણી રોડ પર રહેતા હોસ્પિટલથી ઘરે પાછા પરત જઈ રહ્યા હતા ત્યારે બે શખ્સો દ્વારા બન્ને વ્યક્તિઓ પર એસિડ ફેકતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા એસિડ બને શકશો પડોશી પિતા-પુત્ર હોવાનું કહેવાય છે
હોસ્પિટલેથી પરત ફરતી વખતે બન્યો.
એસિડ હુમલાની આ ઘટના આજે સાવરકુંડલામાં મોડી સાંજે બની હતી અહીં હાથસણી રોડ પર રામાપીરના મંદિર પાસે રહેતા મનિષાબેન કિશોરભાઈ મકવાણા ઉવ.37 અને તેમના ભાગી કાજલબેન દીપકભાઈ પરમાર ઉવ.27 પર હુમલો થયો હતો કાજલબેન ગર્ભવતી હોવાથી બંનેને નણંદ-ભોજાઈ સાંજે ખાદી કાર્યાલય નજીક હોસ્પિટલે તબિયત બતાવવા ગયા હતા અને ત્યારથી કાકાના ઘરે ખબર કાઢવા ગયા હતા.
ખબર કાઢી બંને મહિલાઓ પોતાના ઘર તરફ આવી રહી હતી ત્યારે તેમના પર બે શખ્સોએ એસિડ એટેક કર્યો હતો બંને નણંદ-ભોજાઈ ને એસિડ હુમલામાં ગંભીર ઈજા પહોંચી હતી જેના પગલે સારવાર માટે પ્રથમ સાવરકુંડલા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે મોડી રાત્રે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
કાજલબેન ની હાલત નાજુક કોઈ તેને વધુ સારવાર માટે તેમની આગળની સારવાર માટે રાજકોટ રિફાર કરવા તજવીજ હાથ ધરાઇ હતી બંનેને નણંદ-ભોજાઈ પર પડોશી પિતા-પુત્રે હુમલો મનાઈ છે કાજલની તેમના પતિ અને સંતાનો ને છોડી દેવાનું કહી ને પડોશી એ હુમલો કર્યો હતો જોકે હજુ સુધી પોલીસ ચોપડે સત્ય હકીકત શું છે તે નોંધાયું નથી.