અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે. અમરેલીના ગીરિયા રોડ પર આ દુર્ઘટના સર્જાઈ હતી, મળતા અહેવા પ્રમાણે આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગુજરાતમાં વધું એક પ્લેન ક્રેશ થવાની ઘટનાથી ચારેકોર અફરાતફરીનો માહોલ છે. જોકે, જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે કે, પ્લેન ક્રેશ થતાં એક વ્યક્તિનું મોત થયું છે અને સ્થળ પર કોઇ નુકસાનના સમાચાર નથી.
અમરેલીમાં અચાનક પ્લેન ક્રેશ થવાની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. માહિતી પ્રમાણે જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થઇ ગયુ છે, અને હાલમાં પોલીસનો કાફલો અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અમરેલીમાં પ્લેન ક્રેશની ઘટના સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી છે. માહિતી પ્રમાણે, પ્લેન ક્રેશ અમરેલીના ગિરિયા રૉડ પર થયુ છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. અ
જિલ્લા કલેક્ટર અજય દહીંયાએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લાના ગિરિયા રૉડ પર ખાનગી કંપનીનું એક વિમાન ક્રેશ થયુ છે, જેમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. જોકે, પ્લેન ક્રેશ થયું ત્યાં આસપાસમાં કોઈ નુકસાનના અહેવાલ નથી. રહેણાંક વિસ્તારની નજીક પ્લેન ક્રેશ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. માહિતી સામે આવી રહી છે કે, પ્લેન ક્રેશમાં જે વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે તે ટ્રેઇની પાયલટ હતો, આ પ્લેન ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું મનાય છે.