હાલમાં કોંગ્રેસ પર માઠી બેઠી હોય એવું ચાલી રહ્યું છે. એક તરફ સોનિયા ગાંધીને કોરોના તો બીજી તરફ રાહુલ ગાંધીની EDમાં પૂછપરછ. ત્યારે ગુજરાતમાં પણ હાર્દિક પટેલના ભાજપમાં જવા પછી રાજકારણ ખુબ ગરમાયું છે. એવામાં આજે એક નવો જ ખેલ સામે આવ્યો છે કે અમરેલી વિરોધ કરતા કોંગી કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા હતા.
કોંગી કાર્યકરો એ જ રાહુલ ગાંધી મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને હવે આખા ગુજરાતમાં આ શર્મસાર ઘટના સાહિત થઈને ઉભી રહી છે.
મળતી માહિતી પ્રમાણે અમરેલીમાં કોંગી કાર્યકર્તાઓ વધતા જોશમાં ભાન ભૂલી ગયા હતા અને રાહુલ મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં અમરેલી શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ તેમજ ધારાસભ્યના ભાઈ પણ આ વિરોધમાં જોવા મળ્યા હતા અને બધાએ સાથે રાહુલ ગાંધીની વેલ્યૂ કાઢી હતી.