મૌલિક દોશી (અમરેલી)
લીલીયા પોલીસે લુંટ કેસમા રાજુલાના ગોપાલ ભરત માળી નામના શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સે અન્ય ત્રણ લુંટારૂ સાથે મળી રાજુલાના ડુંગરમા રહેતા કિશોર જાદવ મકવાણાને લુંટી લીધા હતા. ત્રણ દિવસ પહેલા રાજુલા તાલુકાના ડુંગર ગામનો એક યુવાન લગ્ન પ્રસંગમા લીલીયા જઇ રહ્યો હતો, ત્યારે સાવરકુંડલાથી કારમા લીફટ આપનાર ચાર શખ્સોએ શેઢાવદર નજીક છરી બતાવી 95 હજારના સોનાના દાગીના લુંટી લીધાના કેસમા પોલીસે રાજુલાના કાર ચાલકની ધરપકડ કરી છે.
શેઢાવદર નજીક કારમા બેઠેલા ચારેય શખ્સોએ તેને છરી બતાવી આ દાગીના લુંટી લીધા હતા. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ લીલીયા પોલીસે સીસીટીવી કેમેરા અને ટેકનીકલ સોર્સની મદદથી લૂંટ ચલાવનાર ગોપાલ માળીની ધરપકડ કરી હતી એટલું જ નહીં પરંતુ લૂંટમાં ગયેલ તમામ દાગીના કબજે લીધા હતા વધુમાં લૂંટ ચલાવનાર પાસેથી લૂંટમાં વપરાયેલી કાર કબજે લેવામાં આવી હતી.
કિશોરભાઈ 9 મી તારીખ ના રોજ એક લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે સાવરકુંડલા ગયા હતા અને ત્યાંથી એકલા લીલીયા ખાતે એક અન્ય લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નીકળ્યા હતા તેમના એક નજીકના કુટુંબીક ના રૂપિયા 95 હજારની કીમત ના દાગીના લીલીયા પહોંચાડવા માટે તેમણે સાથે લીધા હતા સાવરકુંડલામાથી અજાણી કારના ચાલકે તેમને લીફટ આપી હતી.