મૌલિક દોશી (અમરેલી): કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થી અને વાલીઓને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું,નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની કામગીરી બિરદાવી
કૌશિક ભાઈ વેકરીયા, મુકેશભાઈ સંઘાણી, મનીષાબેન રામાણી, ભાવેશ સોઢ, એમ.જી.પ્રજાપતિ,અશ્વિન ભાઈ સાવલિયા, ભાવનાબેન ગોંડલીયા મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્ય હતા. તુષાર જોશી,દામજી ગોલ,હિરેન બગડા,સુરેશ શેખવા,રમાબેન મહેતા,બ્રિજેશ કુરુન્દલે સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની ટીમ,નગરપાલિકા સદસ્યની ટીમે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.
અમરેલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય,ત્યારે સૌ પ્રથમ વખત અંદાજિત ૫૦ વર્ષમાં સર્વ પ્રથમ વખત તમામ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા વાર્ષિકોત્સવ “ઉલ્લાસ-૨૦૨૨”ઉજવાયો જેમાં દરેક શાળાના બાળકો દ્વારા જુદાજુદા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિઓ રજુ કરવામાં આવી,પ્રતિભા સંપન્ન બાળકોને પ્રોત્સાહન પુરસ્કાર વિતરણ કરાયું,સરકારી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક વાલીઓનું સન્માન કરાયું.તેમજ વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષી દ્વારા સ્વાગત પ્રવચન અને સમિતી હેઠળ ચાલતી સ્કૂલો વિષે સંપૂર્ણ માહિતી આપેલ અને આ કાર્યક્રમની રૂપરેખા જણાવેલ. કેન્દ્રીય મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલા દ્વારા અમરેલીમાં તેના ચીફ ઓફીસર-અમરેલીના કાર્યકાળને યાદ કરી વાલી અને વિદ્યાર્થી,શિક્ષકોને બાળકો સાથે,વર્તન કરવાની સમજણ આપી,કેમ અભ્યાસ કરાવવો તે વિશે મહાભારત અને રામાયણ ઉદાહરણો આપી તમામને સમાજ આપી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતી, નગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવેલ તેમજ સરકાર શ્રી દ્વારા શિક્ષણ ને લગતી યોજનાઓનો લાભ લેવા જણાવેલ,સારહી યુથ ક્લબના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી દ્વારા ભવિષ્યમાં અમરેલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ અંગ્રેજી માધ્યમની શાળા શરુ થશે.તેમજ આવનારા સત્ર માં દરેક સ્કુલમાં રમતગમત સ્પર્ધા યોજવાનું આહવાન કરેલ હતું,શિક્ષણ સમિતિના પ્રયાસને આવકારેલ હતો.આ પ્રસંગમાં કૃતિમાં ભાગ લેનાર તમામ ટીમોને મોમેન્ટો,ગીફ્ટ આપેલ હતી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ.જી.પ્રજાપતિને નિવૃત્તિ વિદાય સન્માન આપવામાં આવેલ હતા.