Makar Sankranti-2024: ચાલુ વર્ષે તા. 15મી જાન્યુઆરી, 2024ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને તેની સાથે જ કેટલીક રાશિઓ માટે અમુક ઉત્તમ ને ભાગ્યશાળી સ્થિતિઓનું નિર્માણ કરશે. જ્યોતિષના જાણકારોના મત મુજબ, આ રાશિ ધરાવનારા જાતકો માટે આર્થિક રીતે આ સ્થિતિ લાભદાયક રહેવા પામશે. એ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે, તે જાણીએ.
બ્રહ્માંડનો દરેક ગ્રહ પોતાની રીતે સ્થાન-પરિવર્તન કરતો હોય છે. એ રીતે તા.15મીએ સૂર્ય પોતાના પુત્ર શનિની મકર રાશિમાં ગોચર કરશે. આથી લગભગ બધાના જીવનમાં થોડાઘણા ફેરફારો થતા રહેશે, પરંતુ આ પાંચ રાશિના લોકોને તેની અસરો વધારે જોવા મળશે.
મેષઃ મેષ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતાના યોગ સર્જાશે. તેમની કારકિર્દીનાં કામકાજોમાં, ખાસ કરીને મેષ રાશિના નોકરિયાત લોકોને આ સમયગાળા દરમિયાન ઘણી સારી તકોનો લાભ પ્રાપ્ત થશે.
જો વિદેશમાં વેપાર હોય તો આ સમયગાળો ઉચ્ચ લાભ અને વળતર-રિટર્ન મેળવી આપનારો બને તેમ છે; તો, ભાગીદારીના વ્યવસાયમાં સારી સફળતા મળે તેમ છે. સાથોસાથ, પરિવારમાં પણ સુખ અને સંબંધોમાં મીઠાશનો સ્વાદ ચાખવા મળે તેવી વરતારા છે.
વૃષભઃ આ રાશિના જાતકોને આ ગાળા દરમિયાન ખાસ નવી વિશિષ્ટ તકો મળશે. કારકિર્દીની દૃષ્ટિએ સૂર્યનું આ ગોચર તેમના ભાગ્યને ચમકાવનારું બની રહેશે. વિદેશોમાં કામકાજ કરી રહેલા કે વિદેશી બાબતો સાથે સંકળાયેલા લોકોને ભાગ્યનો સાથ મળવાથી ઉચ્ચ કક્ષાની સફળતા મળવાના યોગ છે.
ધનલાભ અને સંપત્તિની બાબતમાં પણ વૃષભ રાશિને હવે આગેકૂચ જેવી સ્થિતિ રહેશે. રોકાણ કરવા ઇચ્છનારા જાતકોને સારું વળતર મળે તેમ છે. તો, જીવનસાથી સાથે પ્રેમાળ સંબંધોની હવા સર્જાતાં સંબંધો સકારાત્મક રહેશે, ને ખુશીભર્યું વાતાવરણ સર્જાશે.
સિંહઃ જ્યોતિષ અનુસાર સૂર્યનું ગોચર સિંહ રાશિના લોકોને જાન્યુઆરી તા.15 પછી દરેક કાર્યમાં સફળતા અને ઓળખ ઊભી કરી આપશે. વેપાર-વાણિજ્યમાં સારાં ફળ ચાખવા મળશે. જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેવા જાતકોને આ ગાળામાં પૂરેપૂરો સહકાર જોવા મળશે ને ઊંચો લાભ મળશે. નોકરિયાત લોકોને પોતપોતાના પ્રયાસોમાં સફળતા અને પ્રગતિ (બઢતી) જોવા મળે તેવા સંકેતો ગ્રહો આપે છે.
વૃશ્ચિકઃ આ રાશિના જાતકોને સારાં ફળ ચાખવાનાં મળશે. આ ગાળા દરમિયાન વિવિધ પ્રવાસોમાંથી તેમને લાભ મળશે. એટલું જ નહીં, તેમને વિકાસ અને ભાઈ-બહેનો સહિત સૌનો સહયોગ મળી રહેશે. આ ગાળામાં આ જાતકોને કારકિર્દી સંબંધિત પ્રવાસ કરવા પડી શકે છે, જે તેમને લાભદાયી નીવડશે અને સાહસિકતામાં વધારો થશે. સાથોસાથ, જીવનસાથીની સાથે સારી સમજણભરી સ્થિતિ સર્જાશે, જેથી પારિવારિક જીવન ખુશીભર્યું બનશે.
મીનઃ સૂર્યનું ગોચર મીન રાશિના જાતકોને પણ લાભદાયી નીવડવાનું છે. આ ગાળા દરમિયાન તેમની કારકિર્દીમાં ઉત્તમ તકો પ્રાપ્ત થશે. આ સમયગાળામાં તેમને સંતોષના ઓડકાર આવવાની સ્થિતિ પણ ઊભી થશે. તેમને બઢતીના પણ યોગ છે. એવું ઘણું તેમને મળી શકે છે જે તેમના જીવનને ખુશીઓથી ભરી દેશે.
ક્રૂડ ઓઈલના ભાવ એક મહિનામાં સૌથી વધુ કેમ ઘટ્યા? પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે? જાણો ઈનસાઈડ સ્ટોરી
આર્થિક રીતે આ ગાળો ખૂબ મજબૂતી સાથેની સ્થિતિ આપશે. તો, પરિવારમાં ખુશી અને હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાશે, એવું સૂર્યનું આ ગોચર જોતાં જ્યોતિષીઓને જણાય છે.