આ અઠવાડિયે આકાશમાં એક દુર્લભ નજારો જાેવા મળશે. લગભગ ૧૦૦૦ વર્ષ બાદ આપણી સોલર સિસ્ટમના ચાર ગ્રહ આકાશમાં પરેડ કરશે. બીજા શબ્દોમાં શનિ, મંગળ, શુક્ર અને ગુરૂ એક સીધી રેખામાં જાેવા મળશે. જાે આકાશ સ્પષ્ટ રહ્યુ તો આને નરી આંખોથી ભારતમાં પણ જાેઈ શકાશે. સૂર્યોદયથી એક કલાક પહેલા આ અનોખા નજારાના આપ પણ સાક્ષી બની શકો છો. ખગોળ વિજ્ઞાનીઓ અનુસાર અગાઉ આવુ દ્રશ્ય ૯૪૭ એડીમાં જાેવા મળ્યુ હતુ.
ભુવનેશ્વરના પઠાની સામંતા પ્લેનેટેરિયમના ડેપ્યુટી ડાયરેક્ટર શુભેન્દુ પટનાયકે જણાવ્યુ કે એપ્રિલ ૨૦૨૨ના અંતિમ સપ્તાહમાં શુક્ર, મંગળ, ગુરૂ અને શનિના આકાશમાં પૂર્વની તરફ એક દુર્લભ અને અનોખી પરેડ થશે. તેઓ સૂર્યોદયના લગભગ એક કલાક પહેલા આકાશમાં દેખાશે. આ ગ્રહોની છેલ્લી આવી પરેડ લગભગ ૧૦૦૦ વર્ષ પહેલા ૯૪૭ ઈ.સમાં થઈ હતી. તેમણે જણાવ્યુ કે ૨૭ એપ્રિલએ સૂર્યોદયથી એક કલાક પહેલા ચાર ગ્રહ ગુરુ, શુક્ર, મંગળ અને શનિની સાથે ચંદ્ર પૂર્વી ક્ષિતિજથી ૩૦ ડિગ્રીની અંદર બિલકુલ સીધી રેખામાં જાેવા મળશે.
આને દૂરબીન સાથે અથવા તેના વગર પણ જાેઈ શકાય છે. ૩૦ એપ્રિલએ સૌથી ચમકતા ગ્રહ શુક્ર અને ગુરુ એક સાથે ઘણા નજીક જાેવા મળશે. શુક્ર ગ્રહ ગુરુના ૦.૨ ડિગ્રી દક્ષિણમાં જાેવા મળશે. પ્લેનેટ પરેડ સામાન્ય રીતે ત્રણ પ્રકારની હોય છે. જાેકે આ દુર્લભ નજારાની કોઈ વૈજ્ઞાનિક પરિભાષા નથી પરંતુ ખગોળ વિજ્ઞાનમાં આનો ઉપયોગ તે ઘટનાને દર્શાવવા માટે હોય છે જ્યારે સૌર મંડળના ગ્રહ આકાશના એક જ ક્ષેત્રમાં એક લાઈનમાં આવે છે. પહેલી રીતે પ્લેનેટ પરેડ તે હોય છે.
જેમાં ત્રણ ગ્રહ સૂર્યના એક તરફ જાેવા મળે છે. આવો નજારો સામાન્ય હોય છે અને વર્ષમાં ઘણીવાર જાેવામાં આવી શકે છે. આ પ્રકારે વર્ષમાં એકવાર ચાર ગ્રહ એક રેખામાં આવે છે. દર ૧૯ વર્ષમાં ૫ ગ્રહ એક લાઈનમાં જાેવા મળે છે. તમામ આઠ ગ્રહ ૧૭૦ વર્ષમાં એકવાર એક રેખામાં જાેવા મળે છે. તેમણે જણાવ્યુ કે બીજા પ્રકારની ગ્રહોની પરેડ તેને કહેવામાં આવે છે જ્યારે કેટલાક ગ્રહ એક જ સમયમાં આકાશના એક નાના ક્ષેત્રમાં જાેવા મળે છે.
આવી પ્લેનેટ પરેડ છેલ્લીવાર ૧૮ એપ્રિલ ૨૦૦૨ અને જુલાઈ ૨૦૨૦ માં દેખાઈ હતી, જ્યારે સૌર મંડળના તે તમામ ગ્રહ જે નરી આંખોથી જાેવામાં આવી શકે છે. સાંજના સમયે એક પંક્તિમાં જાેવા મળ્યા હતા. ત્રીજા પ્રકારની પ્લેનેટ પરેડ દુર્લભ હોય છે. એપ્રિલના અંતમાં આકાશમાં જાેવા મળતો નજારો આ પ્રકારની કેટેગરીમાં આવે છે.