મંગળ અથવા લાલ ગ્રહ પર કેટલુ પાણી હતુ આને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. જાેકે વૈજ્ઞાનિક એ જરૂર માને છે કે અહીંયા ક્યારેય પાણી વધારે પ્રમાણમાં હતુ નહીં. પરંતુ હવે એક નવા સંશોધનમાં કહેવામાં આવ્યુ છેકે મંગળ પર પહેલા જે દાવો કરવામાં આવી રહ્યો હતો તેનાથી ઓછુ પાણી હશે. આ સંશોધન યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં કરવામાં આવ્યુ છે. નવા રિસર્ચ અનુસાર કરોડો વર્ષ પહેલા મંગળ ગ્રહ પર જાેરદાર ટક્કર થઈ હતી. આને લેટ હેવી બંબાર્ડમેન્ટ કહેવામાં આવ્યુ હતુ.
આ તે સમય હતો જ્યારે મંગળની જેમ આ બ્રહ્માંડના બીજા ગ્રહ જેમાં બુધ, શુક્ર, ધરતી અને મંગળ પર મોટી સંખ્યામાં વિશાળ ઉલ્કા પિંડ ટકરાયા હતા. આ ઉલ્કા પિંડ ટકરાવાથી લાલ ગ્રહ પર મોટા આકારના ક્રેટરનુ નિર્માણ થયુ હતુ. આ ટક્કર બાદ જ લાલ ગ્રહના ઉત્તરમાં આટલા મોટા ક્રેટર બન્યા જેમને સરળતાથી જાેઈ શકાતા હતા. આનુ પરિણામ એ થયુ કે મંગળ ગ્રહની ધરતી પર તિરાડો જાેવા મળી.
અહીં આ અથડામણ બાદ જ્યાં મોટા પ્રમાણમાં પાણી હતુ ત્યાં બેસિનનુ પણ નિર્માણ થયુ અને મોટા પ્રમાણમાં પાણી બરફમાં બદલીને રહી ગયુ. ટેક્સાસ યુનિવર્સિટીના ઓડન ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થી મોહમ્મદ અફહલ શાદાબ અને તેમની ટીમએ ગણિતના ફોર્મ્યુલા દ્વારા આ વાતની જાણકારી મેળવી કે અહીં કેટલા પ્રમાણમાં પાણી રહ્યુ હશે. આ માટે તેમણે કર્વીલાઈનર કાર્ડિનેટ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે.
જેના આધારે જ ટીમનુ કહેવુ છે કે લાલ ગ્રહ પર એટલુ પાણી નહોતુ જેટલુ પૂર્વમાં અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. શાદાબનુ કહેવુ છે કે ચાર કરોડ વર્ષ પહેલાની સ્થિતિને જાણવા માટે તેમણે ગ્રાઉન્ડવોટર ફ્લો ડાયનામિકનો ઉપયોગ કર્યો અને પછી તેનાથી મળેલા આંકડાનુ વિશ્લેષણ કર્યુ. આ સિવાય લાલ ગ્રહ પર થનારી વર્ષા અને આનાથી રિચાર્જ થનારા પાણીનુ પણ અનુમાન લગાવવામાં આવ્યુ. જેના આધારે તેમણે જાણ્યુ કે અહીં પાણીની સ્થિતિ પહેલા જ જાણકારીની સરખામણીએ અલગ રહી હશે.