Astrology News: રસોડું ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આવી સ્થિતિમાં જો રસોડાને લગતા કેટલાક નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિને લાભ મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અમુક વસ્તુઓ રાખવાથી વ્યક્તિએ આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. આ માટે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જે ઉપાય કરશો તો ચોક્કસથી લાભ થઇ શકે છે.
આ વસ્તુ ક્યારેય ખૂટવી ન જોઇએ
હળદર દરેક ઘરના રસોડામાં જોવા મળે છે. જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. આ સિવાય ઘણી વખત ધાર્મિક કાર્યોમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ધ્યાન રાખો કે રસોડામાં હળદર ક્યારેય ખતમ ન થવી જોઈએ.
આ ધાતુના વાસણ વસાવો
આજકાલ રસોડામાં કાચ, પ્લાસ્ટિક અને સ્ટીલના વાસણોનો વધુ ઉપયોગ થવા લાગ્યો છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાની પશ્ચિમ દિશામાં તાંબા અને પિત્તળના વાસણો રાખવાથી વ્યક્તિ વિશેષ લાભ મેળવી શકે છે. આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
આ પ્રકારના છોડ લગાવી શકો છો
લોકો આજકાલ ઘરની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના છોડ રાખતા હોય છે. આવે છે. તમે રસોડામાં એલોવેરા અને તુલસી વગેરે જેવા છોડ પણ રાખી શકો છો. આ કારણે આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રહે છે. સાથે જ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ રહે છે.
સૌથી છેલ્લે એ પણ જણાવી દઇએ કે, રસોડાની નજીક શૌચાલય ક્યારેય ન બનાવવું જોઈએ. આ ઉપરાંત રસોડાની નીચે કે ઉપર શૌચાલય ન હોવું જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે.