Predictions for 2025 : બલ્ગેરિયાના પયગંબર બાબા વાંગા દ્વારા દાયકાઓ પહેલા કરવામાં આવેલી આગાહીઓ સમયની સાથે સાચી સાબિત થઈ છે. બાબા વાંગાએ વર્ષ 2025 માટે ઘણી ભવિષ્યવાણી કરી છે અને હવે દુનિયાને ડર છે કે જો તે સાકાર થશે તો તબાહી થશે. બાબા વાંગાની આ ભવિષ્યવાણીઓમાં યુરોપનો વિનાશ, અભૂતપૂર્વ વૈજ્ઞાનિક પ્રગતિ, ટેલિપથીનો વિકાસ, પૃથ્વીની બહારનું જીવન, વૈશ્વિક કટોકટી અથવા એપોકેલિપ્સની શરૂઆતનો સમાવેશ થાય છે.
યુરોપનો વિનાશઃ
બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે તો યુરોપમાં એવું ભીષણ યુદ્ધ થશે કે તેનો મોટો વિસ્તાર નષ્ટ થઈ જશે. આનાથી વસ્તીમાં ઘટાડો અને લાંબા ગાળાની અસરો થશે.
એલિયન્સ સાથે વાતચીત:
બાબા વેંગા અનુસાર વર્ષ 2025માં મનુષ્ય પૃથ્વીની બહાર સંચાર કરવામાં સફળ થઈ શકે છે. એટલે કે એલિયન્સ સાથે વાતચીત થઈ શકે છે.
પ્રયોગશાળામાં માનવ અંગો બનાવવામાં આવશે:
તબીબી વિજ્ઞાન વિશે બાબા વેંગાની આગાહી ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. આ મુજબ પ્રયોગશાળામાં હવે માનવ અંગો બનાવી શકાય છે અને તેનાથી અનેક એવા રોગોની સારવાર શક્ય બનશે, જેનો ઈલાજ અત્યાર સુધી થઈ શક્યો ન હતો.
આપત્તિની શરૂઆત:
બાબા વેંગાના જણાવ્યા અનુસાર વર્ષ 2025માં મોટી હોનારતો આવશે જે પૃથ્વીનો અંત આણવાની આફતની શરૂઆત જેવી હશે. જોકે માનવતા સંપૂર્ણપણે નાશ પામશે નહીં, પરંતુ તે તેના અંતની ઘોષણા કરશે.
Sunita Williams: સુનિતા વિલિયમ્સની પૃથ્વી વાપસી અંગે નાસાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
શનિ-બુધ 30 વર્ષ પછી જાન્યુઆરી 2025માં બનાવશે આ યોગ, 3 રાશિઓ માટે નવા વર્ષની થશે શાનદાર શરૂઆત
Mobikwik અને Vishal Mega Mart… બંને IPOએ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી, રોકાણકારો છે સમૃદ્ધ!
કોણ છે બાબા વેંગા?
બાબા વાંગા બલ્ગેરિયામાં જન્મેલા એક પ્રખ્યાત પયગંબર છે, જેમનો જન્મ 31 જાન્યુઆરી, 1911ના રોજ થયો હતો. જ્યારે તે બાળક હતા ત્યારે તેણે તેની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. બાદમાં તેમણે એવી આગાહીઓ કરી હતી જે સાચી સાબિત થઇ હતી. પછી તે 9/11નો હુમલો હોય, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ હોય કે પછી બીજા વિશ્વયુદ્ધ હોય.