Budh Gochar 2023 in Singh: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત કાળમાં રાશિ પરિવર્તન કરે છે. જ્યારે પણ ગ્રહો પોતાની રાશિ બદલે છે તો તેની અસર સંબંધિત ક્ષેત્રો પર પડે છે. જેમ કે, જ્યારે પણ બુધ ગ્રહનું સંક્રમણ થાય છે ત્યારે ધન, બુદ્ધિ, વ્યાપાર, વાણી, સંવાદ, તર્કશાસ્ત્રના પરિબળો તમામ 12 રાશિઓના જીવનના આ ક્ષેત્રોને અસર કરે છે. આજે 25 જુલાઈ 2023ના રોજ બુધ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. સૂર્યની રાશિ સિંહ રાશિમાં બુધનો પ્રવેશ મોટો બદલાવ લાવશે. ખાસ કરીને 3 રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ખૂબ જ શુભ રહેવાનું છે. બુધ આ વતનીઓને પુષ્કળ ધન, સફળતા અને સમૃદ્ધિ આપશે.
બુધના ગોચરથી આ રાશિઓને ફાયદો થશે
વૃષભ :
બુધનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે ઘણો લાભ આપશે. આ જાતકોને ખૂબ ધનલાભ થશે. અચાનક તમને ક્યાંકથી પૈસા મળી શકે છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. દેવું ચૂકવવામાં સફળ થશો. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નવું ઘર, કાર ખરીદી શકો છો. સંપત્તિ સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સ્થાવર મિલકત, સંપત્તિ સંબંધિત કાર્યમાં કામ કરતા લોકોને વિશેષ લાભ મળી શકે છે.
કર્ક :
બુદ્ધિ અને વ્યવસાય આપનાર બુધનું સંક્રમણ કર્ક રાશિના જાતકોને ઘણો લાભ કરાવશે. આ લોકોને આર્થિક લાભ મળશે. બચત કરવામાં સફળ રહેશો. તમારા ફસાયેલા પૈસા પણ આ સમયે મળી શકે છે. આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. હિંમત અને પરાક્રમના આધારે તમે કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરશો. જીવનમાં શારીરિક સુખ વધશે.
વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, આ મંદિર 1000 વર્ષથી પાયા વગર ઊભું છે.
2025 સુધી આ 3 રાશિઓ હવામાં જ ઉડશે, એટલા પૈસા કમાશે કે ઘરમાં જગ્યા નહીં રહે, જાણો કેમ??
‘મારો કેસ સીમા હૈદર જેવો નથી, હું 2 દિવસમાં પરત આવીશ’, પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજુ સાથે વાતચીતમાં ખુલાસો
વૃશ્ચિક:
બુધનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ પરિણામ આપશે. તમને દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે, જેથી તમારા કામ પૂરા થશે. નોકરિયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે. પ્રમોશન મળવાના યોગ છે. તમારી જવાબદારીઓ વધશે. ઉદ્યોગપતિઓ માટે પણ આ સમય સારો છે. દાંપત્ય જીવન સારું રહેશે.