વિશ્વમાં એકમાત્ર અ’વાદમાં છે હનુમાન દાદા જે આપે છે વિઝા, ચમત્કાર એવો કે દૂર-દૂરથી લોકો આવે છે માનતા રાખવા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ. આજના આ દિવસે ચારેકોર હનુમાનજીના મંદિરોમાં હનુમાનજીનો ભવ્યાતિભવ્ય જન્મોત્સવ ઉજવાતો હોય છે. આજકાલ લગભગ દરેક લોકોએ વિદેશ જવાનું સપનું જોયું હશે પણ વિદેશમાં સ્થાયી થવું એટલું સરળ નથી જેટલું કહેવા અને સાંભળવામાં દેખાય છે. વિદેશમાં જવા માટે લોકોને કેટલી વાર વિઝા ઓફિસના ચક્કર લગાવે પડે છે. પણ ઘણી વખત વિઝા નથી મળતા અથવા વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે એવામાં લોકોનું વિદેશ જવાનું સપનું અધૂરું રહી જાય છે પણ આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જઈને તમારું વિદેશ જવાનું સપનું પૂરું થયા છે અને આવી ચમત્કારી જગ્યા આપણા ગુજરાતમાં જ આવેલ છે.

hanuman

શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં આવેલા હનુમાનજીના મંદિરને વિઝાનું હેડઓફિસ માનવામાં આવે છે. એવા માનવામાં આવે છે કે આ મંદિરમાં માથું નમાવીને આશીર્વાદ લેવાથી ભલભલા લોકોના વિઝા મળી જાય છે. લોકોની શ્રધ્ધા એટલા હદ સુધી છે કે આ મંદિરના હનુમાનજી ને લોકો વિઝા હનુમાન તરીકે બોલાવવા લાગ્યા છે. કહેવાય છે કે આ મંદીરમાં પાસપોર્ટ લઈને જવાથી અને ત્યાં હનુમાનજીના ચરણમાં પાસપોર્ટ રાખીને આશીર્વાદ લેવાથી હનુમાનજીના ભક્તની વિદેશ જવાની તમામ બાધાઓ દૂર કરે છે અને એ વ્યક્તિને વિઝા મળી રહે છે.

hanuman

કેવી રીતે લોકોને આ મંદિર વિશે ખબર પડી?

મંદિરના ટ્રસ્ટી સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, ‘વર્ષો પહેલા એક મહિલા એ તેની દીકરીના વિઝા લાગી જાય એ માટે આ મંદિરમાં માનતા રાખી હતી અને એ મહિલાની માનતા પૂરી પણ થઇ હતી. એ બાદ જ લોકો વચ્ચે આ વાત ફેલાવા લાગી હતી અને ત્યારથી લોકો એમના વિઝા માટે આ મંદિરમાં માનતા માને છે અને દરેક લોકોની માનતા પૂરી પણ થાય છે. આ માટે અમે કોઈ સમક્ષ દાવો નથી કરતાં પણ લોકોની શ્રધ્ધા છે અને એમની શ્રધ્ધા સાચી પડે છે અને અમે અઢળક લોકોની માનતા અમારા નજર સમક્ષ પૂરી થતાં જોઈ છે.’ ઘણા એવા કિસ્સાઓ પણ બન્યા છે કે વિઝા હનુમાનના મંદીરમાં આવીને માનતા રાખ્યાના ચાર-પાંચ કલાકની અંદર જ લોકોને વિદેશ જવા માટે વિઝા મળી ગયા હોય.

hanuman

ક્યાં આવેલ છે વિઝા મેળવવા માટેની આ જગ્યા

શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવી જગ્યા છે જેને તમામ વિઝા ઓફિસની હેડ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાં દરેક લોકો વિદેશ જવા માટે પોતાની અરજી લઈને આવે છે અને એ પછી ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી. અમે વાત કરી રહ્યા છીએ આપણા ગુજરાતમાં આવેલા એક અનોખા મંદિર વિશે. આ મંદિરમાં લોકો સુખ શાંતિની પ્રાથના માટે નહીં પણ વિઝા મેળવવાની અરજી લઈને જાય છે. લોકો એ મંદિરમાં પંહોચીને વિઝા મંજૂર થવાની પ્રાર્થના કરે છે અને માન્યતા અનુસાર એ લોકોની ઈચ્છા પૂરી પણ થાય છે. જણાવી દઈએ કે આ ચમત્કારી મંદિર ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ છે.

સોના-ચાંદીના ભાવે ભૂક્કા કાઢી નાખ્યા, આજનો એક તોલાનો ભાવ સાંભળીને હાજા ગગડી જશે, ખરીદવામાં ખમી જાજો

મારું નામ સાંભળીને પણ તે કામ કેમ ના કર્યું?? એમ કહીને કોંગી ધારાસભ્યે બેન્કના પટ્ટાવાળાને ધડાધડ લાફા ઝીંકી દીધા

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર સામાન્ય લોકો ખુલ્લું મુકાયું, ટિકિટ એટલી સસ્તી કે સામાન્ય માણસ પણ પ્રવેશી શકે

કેટલા વાગ્યા સુધી ખુલ્લુ હોય છે મંદિર?

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેસાઈની પોળમાં આ મંદિર આવેલ છે અને જો મંદિરના ટાઈમિંગ વશે વાત કરીએ તો આ ચમત્કારી મંદિર સવારે 7:30થી કરીને સાંજે 7:30 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે અને ખાસ કરીને શનિવારે આ મંદિર સાંજે 9 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે.


Share this Article
TAGGED: , ,