Ayodhya News: 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન છે.દેશભરમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે રામ મંદિરમાં અંદરની બાજુ જે ઘંટ લાગવાનો છે તે વિશાળ ઘંટ બનીને તૈયાર થઇ ગયો છે.આ ઘંટ યૂપીના જલેસરમાં બનાવાયો છે.રામ મંદિરનો વિશાળ ઘંટ અયોધ્યા તરફ રવાના પણ થઇ ચૂક્યો છે.
રામ મંદિરના ઘંટની વિશેષતાઓ વિશે જણાવીએ તો આ ઘંટ અષ્ટધાતુમાંથી બનાવવામાં આવ્યો છે. તેમાંથી જે ધ્વનિ ઉત્તપન થશે એ અદ્દભૂત હશે સાથે જ દૂર સુધી લોકોને સંભળાશે. આ ઘંટના નિર્માણ પાછળ લગભગ 25 લાખ જેટલો ખર્ચ થયો છે. જેનો વજન 2100 કિલોગ્રામ છે ઉપરાંત ઉંચાઇ 6 ફીટ અને પહોળાઇ 5 ફીટ છે. લગભગ 70 જેટલા શ્રમિકો ઘંટની કારીગીરીમાં જોડાયા હતા. આ વિશાળ ઘંટ રામ મંદિરની સુંદરતામાં વધારો કરશે.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા અલગ-અલગ ધાર્મિક અનુષ્ઠાન માટે દેશભરમાંથી કુલ 108 સંતો મહંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા સંતો-મહંતો ધાર્મકિ અનુષ્ઠાન કરી રહ્યા છે. કોઇ વૃદાંવનથી આવ્યું છે તો કોઇ કાશી, પ્રયાગરાજ, જમ્મુ કાશ્મીર તો કોઇ નેપાળથી આવ્યું છે.