વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કુંડળીમાં સૂર્યનું આગવું સ્થાન હોય છે. સૂર્ય ભગવાન દર મહિને રાશિ બદલે છે.આ વખતે સૂર્ય 14 એપ્રિલ 2023ના રોજ સંક્રમણ કરી રહ્યો છે. સૂર્ય ભગવાન મેષ રાશિમાં પ્રવેશતાની સાથે જ તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે. તેની શુભ અને અશુભ અસર તમામ રાશિઓ પર પડશે. બીજી તરફ 4 રાશિના લોકો માટે આ સૂર્ય સંક્રાંતિ ખૂબ જ ફળદાયી સાબિત થશે.
મેષ
સૂર્ય ગોચર કર્યા પછી મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. આ લોકોનો આત્મવિશ્વાસ વધશે. કરિયરની દૃષ્ટિએ સૂર્યનું સંક્રમણ શુભ સાબિત થઈ રહ્યું છે. તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આની સાથે જ નાણાંકીય લાભની સંભાવના પણ રહેશે.
મિથુન
સૂર્યના રાશિ પરિવર્તનથી મિથુન રાશિના લોકોને ઘણો ફાયદો થશે. આ લોકોને ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે. સમય સારો રહેશે અને ઘણી રીતે લાભ આપશે. વેપારી વર્ગ ધનલાભ મેળવી શકશે. અચાનક ધનલાભ થશે. આ દરમિયાન તમને વિદેશ જવાની તક મળશે.
સિંહ
સૂર્યનું ગોચર સિંહ રાશિના લોકોને વિશેષ લાભ આપશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને આ રાશિના લોકોને ઘણો લાભ આપશે. પ્રમોશન પણ થઈ શકે છે. તમે જે પણ કામ હાથમાં લેશો, તે કાર્યમાં તમને ચોક્કસ સફળતા મળશે.
CSKના 14 કરોડના ખેલાડીએ જીતેલી બાજીની પથારી ફેરવી નાખી, એક ઓવર નાખી અને GTને લાડવો મળી ગયો
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્યનું સંક્રમણ ખૂબ જ શુભ રહેશે. કાર્યમાં પ્રગતિ થશે. આવક વધવાની પ્રબળ શક્યતાઓ છે. આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.