આ રાશિનાં લોકો હવે જલસા કરો, એક વર્ષ બાદ નસીબ ચમકશે, સુર્ય તમારું જીવન બદલી નાખશે, ચારેકોરથી પૈસા આવશે

Desk Editor
By Desk Editor
Share this Article

Surya ka Rashi Parivartan 2023 in Singh: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે અલગ-અલગ રાશિઓમાં પ્રવેશ કરે છે. દરેક ગ્રહના રાશિ પરિવર્તનનો (Rashi change) સમય અલગ અલગ હોય છે. જે રીતે સૂર્ય 30 દિવસમાં પોતાની રાશિ બદલે છે, તેવી જ રીતે શનિ અઢી વર્ષમાં પોતાની રાશિ બદલે છે. ગ્રહોના આ પરિવહનની તમામ 12 રાશિઓના જીવન પર મોટી અસર પડે છે. ઓગસ્ટમાં (August)  સૂર્ય પોતાની રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સિંહ રાશિમાં સૂર્યનું સંક્રમણ 1 વર્ષ પછી થઈ રહ્યું છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સિંહ રાશિમાં સૂર્યના પ્રવેશથી મોટું પરિવર્તન આવશે. સૂર્ય 17 ઓગસ્ટ, 2023 ના રોજ સિંહ રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે અને 16 સપ્ટેમ્બર, 2023 સુધી સિંહ રાશિમાં રહેશે. આવો જાણીએ આ મોટા પરિવર્તનની તમામ 12 રાશિઓ પર શુ રહેશે શુભ અને અશુભ.

 

 

આ રાશિઓ માટે ઓગસ્ટનું સૂર્ય ભ્રમણ શુભ છે.

17 ઓગસ્ટે સૂર્યનું સંક્રમણ મેષ, સિંહ, કન્યા, મિથુન અને ધન રાશિ માટે શુભ રહેશે. આ લોકોને કરિયર અને બિઝનેસમાં (Career and Business) સફળતા મળશે. નોકરીયાત લોકોને પદ-પ્રતિષ્ઠા મળી શકે છે. પગાર વધી શકે છે. સાથે જ બિઝનેસ કરનારાઓ પણ પ્રગતિ કરશે. બિઝનેસનો વિસ્તાર થશે. ડીલ કન્ફર્મ થઈ શકે છે અથવા મોટો ઓર્ડર મળી શકે છે. ધન લાભ થશે. અટકેલા પૈસા મળી શકે છે. કરિયરની સાથે-સાથે પર્સનલ લાઈફની દ્રષ્ટિએ પણ આ લોકો માટે સમય સારો રહેશે. તમારા સંબંધો વધુ સારા રહેશે. જીવનમાં ખુશીઓ આવશે. તમે વાહનો અને સંપત્તિ ખરીદી શકો છો.

 

આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.

સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ વૃષભ, તુલા અને કુંભ રાશિના જાતકો માટે સારો કહી શકાય નહીં. આ લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. પૈસાની લેવડ-દેવડને લઈને સાવધાન રહેજો. કોઈને ઉધાર આપવાનું ટાળો. નહીં તો પૈસા ફસાઈ શકે છે. તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો, નહીં તો બજેટ બગડી શકે છે. તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બિઝનેસમાં થોડી મંદી આવી શકે છે. જો કે નોકરી કરનારાઓ માટે સમય સામાન્ય રહેશે. પર્સનલ લાઈફની વાત કરીએ તો તમારા લાઈફ પાર્ટનર સાથે સાવધાનીથી વાત કરો. ગુસ્સાથી બચવું. ટેન્શન થઈ શકે છે.

 

એકસાથે 429 બેન્ક કર્મચારીઓને દગો આપવાના કેસમાં કંઈ રીતે ફસાઈ ગઈ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં? જાણો અહીં વિગતે

એક સોશિયલ મીડિયા પોસ્ટ અને બધો ખુલાસો થઈ ગયો, નુંહ હિંસાનો જિમ્મેદાર કોણ છે એ વિશે ખબર પડી ગઈ

આંતકીઓ પણ રાહ જોઇને જ બેઠા, મુંબઇમાં 26/11 કરતા પણ મોટો હુમલો કરવાની ફિરાકમાં, માહિતી મળતાં જ ભાંડો ફૂટી ગયો

 

અન્ય રાશિઓ માટે સિંહ રાશિમાં સૂર્યનું રાશિ પરિવર્તન સામાન્ય રહેશે. તેઓ સમયાંતરે ધનલાભ મેળવતા રહેશે. સાથે જ નોકરી શોધનારાઓની વૃદ્ધિ અને પ્રમોશનની શક્યતાઓ પણ બની શકે છે.

 


Share this Article