Makar Sankranti 2024: 14 જાન્યુઆરીએ મકરસંક્રાતિનો ઉત્સવ મનાવવામાં આવે છે. જો કે, આ વખતે 15 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે અનેક રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે અને શનિ દેવની પણ કૃપા બની રહેશે.
અહીં જે વાત કરવા જઇ રહ્યા છીએ તે વાત શનિની સાડાસાતીની છે. જો તમારા જીવનમાં સાડાસાતીનો પ્રભાવ વધારે છે તો તેવા લોકોએ આ દિવસે કાળા તલનું સ્નાન અને કાળા તલનું દાન બન્ને કરવું જોઇએ. આ ઉપરાંત શનિ દેવને પણ પ્રસન્ન કરવા શું કરવું જોઇએ તેના વિશે જણાવીએ.
મીન અને કુંભ રાશિ માટે ખાસ દિવસ
મીન અને કુંભ રાશિ માટે આ વર્ષે મકરસંક્રાતિનો દિવસ ખાસ છે. સાથે-સાથે જે રાશિમાં શનિની સાડાસાતી હોય તેવી રાશિઓ માટે મકરસંક્રાતિનો દિવસ એક ગૉલ્ડન ચાન્સ કહેવાય છે. આ દિવસો સાડાસાતીવાળા તમામ લોકો શનિનો ઉપાય કરીને ઉત્તમ ફળ મેળવી શકે છે. આ વર્ષે સંક્રાતિના દિવસે સોમવાર છે તેથી ભગવાન શિવ પર જળાભિષેક કરીને શનિદેવને પ્રસન્ન કરી શકાય છે.
આ રાશિઓને સૂર્યના રાશિ પરિવર્તનનો લાભ થશે
12 રાશિઓમાંથી મકર અને ધનુ રાશિના લોકોને સૂર્યના પરિવર્તનથી મોટો લાભ થઇ શકે છે. કારણ કે, તેઓને ભાગ્યનો સાથ મળશે સાથે જ અટકેલા તમામ કાર્યો પણ પાર પડી શકે છે. મકર અને ધનુ રાશિના લોકોએ ગત્ત વર્ષે જે વિચાર્યું હશે તે કામ આ વર્ષે પૂર્ણ થઇ શકે છે અને ધનલાભનો પણ પ્રબળ યોગ બની રહ્યો છે.