એરલાઈન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ 30 ડિસેમ્બરે દેશની રાજધાની નવી દિલ્હીથી અયોધ્યા માટે તેની પ્રારંભિક ફ્લાઈટ ઉડાન ભરશે. આ રૂટ પર એરલાઇનની દૈનિક સુનિશ્ચિત સેવાઓ 16 જાન્યુઆરીથી શરૂ થશે. કંપનીએ આજે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા એક્સપ્રેસની ઉદ્ઘાટન ફ્લાઇટ IX 2789 30 ડિસેમ્બરે સવારે 11.00 વાગ્યે રાજધાની નવી દિલ્હીથી ઉપડશે, જે બપોરે 12.20 વાગ્યે અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરશે. આ પછી, અયોધ્યા એરપોર્ટથી ફ્લાઇટ IX 1769 બપોરે 12.50 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે, જે 14.10 વાગ્યે પહોંચશે.
16 જાન્યુઆરીથી દૈનિક સીધી ફ્લાઇટ્સ
કંપનીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી શેર કરી છે. અને કહ્યું, 30 ડિસેમ્બર 2023 અને 7 જાન્યુઆરી 2024 ના રોજ દિલ્હી અને અયોધ્યા વચ્ચેની અમારી પ્રારંભિક સીધી ફ્લાઇટ્સ પર સ્વાગત છે; અને 16 જાન્યુ. 2024 થી રોજની સીધી ફ્લાઈટ્સનો આનંદ માણો.
Welcome aboard our inaugural direct flights between Delhi and Ayodhya on 30 Dec 2023 and 7 Jan 2024; and enjoy daily direct flights from 16 Jan 2024. Make the most of our Gourmair hot meals, plush comfy seats and TataNeuPass loyalty rewards. #FlyAsYouAre and book now on… pic.twitter.com/EYUJKRwX8n
— Air India Express (@AirIndiaX) December 19, 2023
એર ઈન્ડિયા એક્સપ્રેસ અયોધ્યાથી કામગીરી શરૂ
એરલાઇનના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંહે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ અયોધ્યાથી કામગીરી શરૂ કરવા માટે ઉત્સાહિત છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ એ ભારતની પ્રથમ બજેટ એરલાઇન છે, જે એર ઇન્ડિયાની પેટાકંપની છે. તે દરરોજ 300 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તેની પાસે 59 એરક્રાફ્ટનો કાફલો છે.
પીએમ મોદી અયોધ્યામાં શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
ગુજરાતના ખેડૂતો કમર કસી લે..! આગામી સપ્તાહમાં ડુંગળીના ભાવ ઘટવાની શક્યતા, સ્થાનિક બજારમાં પણ થશે અસર
અયોધ્યા, ઉત્તર પ્રદેશમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે એક વિસ્તૃત રનવે છે, જે A-321/B-737 પ્રકારના એરક્રાફ્ટના સંચાલન માટે યોગ્ય છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાલમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે.