Religion News: દેશમાં હાલ અયોધ્યા રામ મંદિરની ચારેબાજુ ચર્ચા થઇ રહી છે. ભવ્ય રામ મંદિરની અનેક ખાસિયતો છે તેમાંથી એક ખાસ વાત એ છે કે, આ મંદિરના 14 દરવાજા સોનાથી મઢાવવામાં આવ્યા છે. પરંતુ અહીં વાત ફક્ત રામ મંદિર જ નહીં પરંતુ દેશના એવા મંદિરો વિશે જણાવીશું જે મંદિરોમાં પણ મોટી માત્રામાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કાશી વિશ્વનાથ
યૂપીના બનારસમાં સ્થિત કાશી વિશ્વનાથ મંદિર મહારાની અહિલ્યાબાઇ હોલ્કરે બંધાવ્યું હતું. બાદમાં પંજાબના એક રાજાઓ મંદિરના શીખરને સોનાથી મઢાવ્યું હતું… આ ઉપરાંત ત્રીજા શીખરને ઉત્તર પ્રદેશ સરકારે સોનાથી મઢાવ્યું. એટલે આ મંદિરના નિર્માણ માટે કુલ 1500 કિલોગ્રામ સોનાનો ઉપોયગ કરવામાં આવ્યો છે.
તિરુમાલા મંદિર
આંધ્ર પ્રદેશના તિરુપતિમાં તિરુમલા હિલ પર ભગવાન વેંકટેશ્વર સ્વામીનું મંદિર આવેલું છે. આ મંદિરના ગર્ભ ગૃહમાં સોનાની કારીગીરી કરવામાં આવી છે. આ જગ્યાને આનંદ નિલય દિવ્ય વિમાન કહેવામાં આવે છે.
વેલ્લૂર, ગોલ્ડન ટેમ્પલ
તમિલનાડુનું વેલ્લૂર ગોલ્ડન ટેમ્પલ મા લક્ષ્મીને સમર્પિત છે… જેને લક્ષ્મી નારાયણ મંદિરથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનો કુલ ખર્ચ 300 કરોડ રૂપિયા જેટલો છે. કારણ કે, મંદિર નિર્માણમાં 1500 કિલો ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે…
ગોલ્ડન ટેમ્પલ
પંજાબના અમૃતસરમાં સ્થિત શ્રી હરિમંદિર સાહેબની ઉપરના ભાગને બહારથી 400 કિલોગ્રામ સોનાથી મઢાવાયો છે. સોનાની આ પરતના કારણે જ આ મંદિરનું નામ ગોલ્ડન ટેમ્પલ પડ્યું છે.