ભારતનાં આ અનોખા મંદિર વિશે તમને ખ્યાલ છે કે નહીં? પ્રસાદના રૂપમાં સોનું ચાંદી અને પૈસા મળે, ખાલી આ સમયે જ ખૂલે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

astrology : આપણે સદીઓથી મંદિરોમાં જઈને ભગવાનની પૂજા કરતા આવ્યા છીએ. ત્યાં ભગવાનને ફૂલની માળા અને પ્રસાદ ચઢાવવામાં આવે છે. એટલું જ નહીં મંદિરના પૂજારી મંદિરમાં આવતા દરેક ભક્તને પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈઓ આપે છે. ભગવાનનો પ્રસાદ લેવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. પરંતુ અમે તમને એક અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છો. તમને જાણીને નવાઈ લાગશે કે એક એવું મંદિર છે જ્યાં ભક્તોને સોના,ચાંદી અને પ્રસાદ રૂપે રૂપિયા મળે છે. આ વાત તમને વિચિત્ર લાગશે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) રતલામ શહેરના માનકની.

 

કરોડો રૂપિયા દાન કરવામાં આવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અનોખા મંદિરમાં ભક્તોને પ્રસાદના રૂપમાં એક અનોખી ભેટ મળે છે. અહીં મહાલક્ષ્મીનું મંદિર છે જે પોતાનામાં ખૂબ જ ખાસ છે. આ મંદિરમાં ભક્તોને સોના-ચાંદીના આભૂષણો પ્રસાદ તરીકે મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. ભક્તો અહીં આવે છે અને માતાના ચરણોમાં કરોડો રૂપિયાના દાગીના અને રોકડ અર્પણ કરે છે.

 

 

 

શાકભાજી બાદ હવે ફળોએ લોકોનું ઢાંઢુ ભાંગી નાખ્યું, જાણો કેટલું વધી રહ્યું છે તમારા રસોડાનું બજેટ, પથારી ફરી ગઈ

ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી

આભૂષણો અને રૂપિયા પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

દીપાવલી નિમિત્તે ધનતેરસથી પાંચ દિવસ સુધી આ મંદિરમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન મંદિરને ફૂલોથી નહીં પરંતુ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા આભૂષણો અને પૈસાથી શણગારવામાં આવે છે. દીપોત્સવ દરમિયાન મંદિરમાં કુબેરના દરબારની સ્થાપના કરવામાં આવે છે. અહીં આવતા ભક્તોને પ્રસાદ તરીકે દાગીના અને પૈસા આપવામાં આવે છે.

 


Share this Article