આ 3 ગ્રહો ‘સૂર્ય’ના ઘરમાં ધમાલ મચાવી દેશે, તમારી તિજોરી સોના-ચાંદીથી ભરાઈ જશે; જાણો કઈ છે ભાગ્યશાળી રાશિઓ!

Desk Editor
By Desk Editor
હિન્દુ પંચાગ અનુસાર 3 ગ્રહોને શુભ ફળ મળશે.
Share this Article

Kumbh Mein Trigrahi Yog વૈદિક જ્યોતિષ શાસ્ત્ર (Astrology)  અનુસાર કોઈપણ ગ્રહની ગતિમાં પરિવર્તનની અસર તમામ રાશિના જાતકો પર પડે છે. આ અસર શુભ અને અશુભ બંને રીતે જોવા મળે છે. કેટલાક ગ્રહો રાશિના જાતકોને રાશિ પ્રમાણે શુભ ફળ આપે છે, તો કેટલાક નકારાત્મક અસરો દર્શાવે છે. હિન્દુ પંચાગ (Hindu Almanac) અનુસાર એક જ રાશિમાં 3 ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગ (Trigrahi Yoga) બને છે. જણાવી દઈએ કે શાસ્ત્રોમાં આ ત્રિગ્રહી યોગને ખૂબ જ દુર્લભ માનવામાં આવ્યો છે, જેની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળશે.

 

જાણો કઈ રાશિમાં બની રહ્યો છે આ યોગ

જ્યોતિષ મુજબ 25 જુલાઈ 2023ના રોજ બુધ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો. સિંહ રાશિને સૂર્યની માલિકીની રાશિ માનવામાં આવે છે. આ સમય દરમિયાન સૂર્યની આ રાશિમાં મંગળ, બુધ અને શુક્રની યુતિ હોય છે. આવી સ્થિતિમાં સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષ મુજબ 50 વર્ષ બાદ સિંહ રાશિમાં બુધ, મંગળ અને શુક્રનો સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગના સંયોગથી આ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે.

 

 

મેષ રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાથી મેષ રાશિના જાતકોને શુભ ફળ મળશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. સામાજિક સ્તરે લોકોને સહયોગ મળશે. સાથે જ ઓફિસમાં સહકર્મીઓને પણ સહયોગ મળશે. આ સાથે લોકોને નોકરી-ધંધામાં આર્થિક લાભ મળશે.

કુંભ રાશિ

જણાવી દઈએ કે સિંહ રાશિમાં એક સાથે ત્રણ ગ્રહોની હાજરી કુંભ રાશિના જાતકોને પણ સકારાત્મક પરિણામ આપશે. આ સમયે અધૂરા કાર્યો પૂરા થશે. સાથે જ આ સમય નફો કમાવવા માટે અનુકૂળ છે. આવી સ્થિતિમાં, તમારા કાર્યમાં સુધારો કરો. આનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. સાથે જ ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો સાવધાન રહેવાની જરૂર છે. તમને સહકર્મીઓનો સહયોગ મળશે.

સિંહ રાશિ

આ રાશિમાં મંગળ, બુધ અને શુક્રનો સંયોગ રચાય છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ રહેવાનો છે. આ સમયે સિંહ રાશિના જાતકોને વિશેષ ફળ મળશે. જીવનમાં ખુશીઓ આવશે. વિવાહિત અને પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. બિઝનેસમાં સારો ફાયદો થવાની શક્યતા છે.

 

 

દેશની 11 સરકારી બેંકોએ બનાવ્યો અનોખો રેકોર્ડ, SBI-PNB-BOM ગ્રાહકો પણ ખુશખુશાલ થઈ જશે, જાણો તમારો ફાયદો

અંબાલાલે ઓગસ્ટ મહિના માટે વરસાદને લઈ કરી ઘાતક આગાહી, કહ્યું- આ બે દિવસે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ થશે

ભારતીય ક્રિકેટરે કોઈને આમંત્રિત કર્યા વગર કરી લીધા ગુપચુપ લગ્ન, વીડિયો વાયરલ થયો ત્યારે આખા ગામને ખબર પડી

 

 

તુલા રાશિ

ત્રણ ગ્રહોનું આ દુર્લભ સંયોજન તુલા રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન તુલા રાશિના લોકોને સમસ્યાથી છુટકારો મળશે. આ સાથે ત્રિગ્રહી યોગથી ધનલાભ થશે. નોકરીમાં આવક વૃદ્ધિ અને બઢતીની પ્રબળ સંભાવના છે. પરિવારમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સાથે જ વહેલા લગ્ન થવાના ચાન્સ પણ બની રહ્યા છે. ટૂંક સમયમાં લગ્ન થશે.

 


Share this Article