Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ પોતાના ખિસ્સામાં કેટલીક વસ્તુઓ રાખવી જોઇએ. જેનાથી ઘણા લાભ થઇ શકે છે. આજે એવી જ વસ્તુ વિશે જણાવીશું જે વસ્તુ તમારી કિસ્મત બદલી શકે છે. આ તમામ વસ્તુઓ વાસ્તુ શાસ્ત્રમાં જણાવાઇ હોવાનું કહેવાય છે.
ખિસ્સામાં પર્સ રાખવું
એવું કહેવાય છે કે, ક્યારેય કોઇ પણ વ્યક્તિએ પોતાનું ખિસ્સું ખાલી ન રાખવું જોઇએ. જેનાથી નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. ખાસ કરીને ધન હાનિની સંભાવના વધી જાય છે. એટલા માટે વ્યક્તિએ પોતાના ખિસ્સામાં હંમેશા એક પર્સ રાખવું જોઇએ.
તાંબાના 3 સિક્કા
તમે જ્યારે ઘરેથી નીકળો છો ત્યારે સૌથી પહેલા તાંબાના 3 સિક્કામાં લાલ રંગનો દોરો વીંટી દો. બાદમાં જમણા ખિસ્સામાં આ સિક્કા રાખી દો. જેનાથી ધન મળવાની સંભાવના વધી શકે છે.
ચાંદીનો સિક્કો
જો તમે ખિસ્સામાં ચાંદીનો સિક્કો રાખો છો તો અટકેલું ધન તમને પરત મળવાની સંભાવના ખૂબ વધી જાય છે. એટલે જે વ્યક્તિએ ધન પરત મેળવવાનું હોય તેવા વ્યક્તિએ હંમેશા ચાંદીનો સિક્કો ખિસ્સામાં રાખવો જોઇએ.
મોર પંખ
વાસ્તુ શાસ્ત્ર મુજબ ખિસ્સામાં મોર પંખ અને 1 રૂપિયાનો સિક્કો રાખવો જોઇએ. જે ધનલાભ માટે ઉત્તમ ચિહ્ન માનવામાં આવે છે.
લવિંગ
સૌથી છેલ્લે તમને જણાવીએ કે, જો તમે દરરોજ ખિસ્સામાં લવિંગ રાખો છો તો તમારા માટે સફળતાના દ્વાર ખુલી જશે. એવું કહેવાય છે કે, ખિસ્સામાં લવિંગ રાખવાથી વ્યક્તિના યોગ બદલાય છે અને નિશ્ચિત કરેલી સફળતા સુધી પહોંચે છે.