રોજ રાત્રે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી થાય છે ચમત્કાર, જીવનમાં બનશે શાંતિના યોગ, કેવી રીતે કરશો વિધાન?

Desk Editor
By Desk Editor
Share this Article

Religion News: શિવપુરાણને મહાપુરાણ પણ કહેવાય છે. કારણ કે, 18 પુરાણમાં તે સૌથી વધુ વંચાતું પુરાણ છે. આ પુરાણમાં શિવજીનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં શિવપુરાણમાં શિવ ભક્તિનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો છે. શિવપુરાણમાં 6 ખંડ અને 24 હજાર શ્લોક છે.

રાત્રે ક્યારે કરવો જોઇએ દીવો?

શિવપુરાણમાં ભગવાન શિવના વિવિધ રૂપ, અવતારો અને જ્યોતિર્લિંગ સંબંધિત વિવરણ મળે છે. સાથે જ શિવપુરાણમાં કેટલાક ચમત્કારી ઉપાયો વિશે પણ જણાવાયું છે. આ ઉપાયો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધારે છે. શિવપુરાણ અનુસાર જીવનમાં અક્ષય પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો રાત્રિના સમયે શિવલિંગ પાસે દીવો કરવો જોઈએ. શિવપુરાણમાં દર્શાવેલા આ ઉપાયને કરવાથી કોઈપણ વ્યક્તિ રાતોરાત માલામાલ બની શકે છે. તેમના જીવનમાં ધન લાભના યોગ સર્જાવવા લાગે છે. પૌરાણિક પરંપરા અનુસાર નિયમિત રીતે રાત્રે 11થી 12:00 વાગ્યાની વચ્ચે શિવલિંગ પાસે દીવો કરવાથી આ શુભ ફળ મળે છે.

આવી છે પૌરાણિક કથા…

દીવો કરવા પાછળ એક પૌરાણિક કથા પણ પ્રચલિત છે. શિવપુરાણ અનુસાર પ્રાચીન સમયમાં એક ગુણાનિધિ નામનો ગરીબ વ્યક્તિ હતો. તે પોતાની ભૂખ મિટાવવા માટે ભોજનની શોધમાં નીકળ્યો હતો. તે ભોજન શોધતો શોધતો એક શિવ મંદિરમાં પહોંચી ગયો. તે થાકી ગયો હતો તેથી તેને મંદિરમાં જ રાત્રે આરામ કરવાનું વિચાર્યું. પરંતુ મંદિરમાં રાત્રે અંધારું હતું તેથી અંધારાને દૂર કરવા માટે તેણે ત્યાં દીવો કર્યો.

શું તમને ખબર છે? પ્લેન કરતાં હેલિકોપ્ટર અકસ્માતો કેમ વધુ થાય? જાણો આ પ્રશ્નનો ખૂબ જ રસપ્રદ જવાબ

બાળકો રમકડાથી રમે પણ રશિયામાં તો… એવું લાગે કે યુદ્ધની તાલીમ લઈ રહ્યા છે, જાણો શું છે આ ખાસ થીમ પાર્કમાં

સિદ્ધાર્થથી લઈને રણવીર સુધી, આ 5 ફિલ્મ સ્ટાર તેમની પત્નીઓને બોલાવે છે અનોખા નામથી, વિકી કૌશલનું તો વિચિત્ર નામ!

ગુણાનિધિના આ કામથી રાત્રે શિવજી સમક્ષ પ્રકાશ થયો. દીવો કરવાના પુણ્યના ફળ સ્વરૂપે તે વ્યક્તિ તેના બીજા જન્મમાં દેવતાઓના કોષાધ્યક્ષ કુબેર દેવ બન્યા. આ કથા અનુસાર જો કોઈ વ્યક્તિ રાતના સમયે શિવલિંગ પાસે દીવો કરે છે તો તે વ્યક્તિને જીવનમાં ધન, યશ, અને વૈભવની પ્રાપ્તિ થાય છે.


Share this Article