Makar sankranti 2024: મકર સંક્રાતિની ઉજવણી દેશભરમાં ધામધૂમ સાથે કરવામાં આવે છે. જો કે, દરેક જગ્યાએ મકર સંક્રાતિની અલગ-અલગ પરંપરાઓ છે. જેમ કે, આપણા ગુજરાતમાં પતંગ ઉડાવાય છે તેમ કેટલીક જગ્યાએ દાનની પરંપરા છે તો કેટલીક જગ્યાએ ખીચડી બનાવવાની પરંપરા છે. તમને જણાવીએ કે, આ વર્ષ મકર સંક્રાતિ 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે. આ જ દિવસ ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.
આ જ દિવસે શા માટે ઉડાવાય છે પતંગ?
મકર સંક્રાતિના દિવસે આસમાનમાં રંગબેરંગી પતંગો જોવા મળે છે. ઘણી જગ્યાએ પતંગની સ્પર્ધા પણ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, સંક્રાતિના દિવસે જ શા માટે પતંગ ઉડાવવામાં આવે છે? આની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બન્ને માન્યતાઓ છુપાયેલી છે.
ભગવાને પતંગ ઉડાવી હોવાની માન્યતા
આમ જોવા જઇએ તો પતંગ ઉડાવવાની પરંપરા સદીઓ જૂની છે. જેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. કથા અનુસાર એવું કહેવાય છે કે, ભગવાન શ્રી રામે મકર સંક્રાતિના દિવસે પતંગ ઉડાવી હતી અને તેઓની પતંગ ઉડતા-ઉડતા ઇન્દ્રલોકમાં પહોંચી હતી. જે જોઇને તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થયા હતા. આ જ કારણોસર મકરસંક્રાતિના દિવસે પતંગ ઉડાવવાની પરંપરા ચાલી આવતી હોવાનું કહેવાય છે.
અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પતંગ ઉડાવવાનું મહત્વ
હવે પતંગ ઉડાવવા પાછળ વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. જો આ દિવસે પતંગ ઉડાવવામાં આવે તો સૂર્ય પાસેથી શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે, ઠંડીની ઋતુમાં સૂર્યની રોશની શરીર માટે જરૂરી માનવામાં આવી છે. આ સાથે જ પતંગ ઉડાવતા સમયે હાથ-પગ અને મગજનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે પણ છે.