Religion News: હિંદુ ધર્મમાં જે રીતે જન્મ સમયે અલગ-અલગ સંસ્કાર કરવામાં આવે છે તે જ રીતે મૃત્યુ સમયે પણ અંતિમ સંસ્કારની અલગ-અલગ પ્રક્રિયા છે. આમ જોવા જઇએ તો અંતિમ ક્રિયાને લઇને ઘણી માન્યતાઓ છે એમાંથી જ એક માન્યતા છ કે, કોઇ મૃતકને તેનો જ પુત્ર અગ્નિદાહ આપે છે. ત્યારે સવાલ એ છે કે, પુત્ર શા માટે અગ્નિદાહ આપે છે. ક્યારેય વિચાર્યું છે ખરા?, આવું કરવા પાછળ એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. તેના વિશે જણાવીએ.
અંતિમ સંસ્કાર વંશ પરંપરાનો ભાગ
શાસ્ત્રો મુજબ એવું કહેવાય છે કે, હિંદુ ધર્મમાં અંતિમ સંસ્કાર વંશ પરંપરાનો એક ભાગ છે. જે ઘરમાં પુત્રી હોય તે સમય જતા બીજા પરિવારનો ભાગ બની જાય છે. એટલા માટે તેના દ્વારા મુખાગ્નિ આપવામાં નથી આવતી. જો કે, સમય બદલાતા જે ઘરમાં પુત્ર અથવા તો અન્ય કોઇ મુખાગ્નિ આપી શકે તેવું ન હોય તો પુત્રીઓ પણ અંતિમ સંસ્કાર કરે છે. આજની તારીખે આ બદલાવ સમયની સાથે જોવા મળી રહ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો
બે અક્ષરોથી બનેલો છે પુત્ર શબ્દ
પ્રાચીન માન્યતાઓ મુજબ એક તર્ક એવો પણ લગાવવામાં આવ્યો છે કે, પુત્ર શબ્દ બે અક્ષરથી બનેલો છે. જેમાં ‘પુ’ નો અર્થ છે નરક અને ‘ત્ર’ નો અર્થ છે ત્રાણ. આ હિસાબથી પુત્રનો અર્થ થાય છે નરકમાંથી તારવાવાળો. એટલે કે, નરકમાંથી કાઢીને કોઇ મૃતકને ઉચ્ચસ્થાન પહોંચાડનારો એક પુત્ર હોય છે. બસ આ જ કારણોસર પુત્રને અંતિમ સંસ્કારની તમામ પ્રક્રિયા કરવા માટેનો અધિકાર આપવામાં આવે છે.