બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ ચોમાસાની શરૂઆત એ જ ૮૫ ટકા જેટલો ભરાયો હોય ડેમમાંથી બપોરના સુમારે પાણી છોડવાનું આયોજન હોય કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે ડીસા મામલતદાર એ ડીસામાં બનાસ નદીના કાંઠે આવતા 17 ગામોના સરપંચો તલાટીઓ રેવન્યુ તલાટી સહિત આગેવાનોને લોકોને સતત કરવા તાકીદ કરી છે.
ચાલુ વર્ષે બીપોર જોય વાવાઝોડાના કારણે ભારે વરસાદ તેમજ શરૂઆતના સારા વરસાદના કારણે રાજ્યના અનેક જળાશયો છલકાઇ જવા પામ્યા છે.ત્યારે બનાસકાંઠામાં આવેલો દાંતીવાડા ડેમ પણ પૂર્ણતઃ ભરાઈ જવા આવ્યો છે.ત્યારે દાંતીવાડા જળાશય યોજના દ્વારા ડેમમાં પાણીની સપાટીનું 598.70 ફૂટ નું રૂલ લેવલ નક્કી કરાયું છે.તેમજ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી રૂલ લેવલ જાળવ્યા બાદ પાણીની જેટલી આવક હશે તેટલું પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરાયો છે. જેમાં લગભગ બપોરે 2:00 વાગ્યે ડેમમાંથી પાણી છોડવાની જાહેરાત કરાતા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
આ અંગે ડીસા ગ્રામ્ય મામલતદાર ડો.કિશનદાન ગઢવી એ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરના આદેશ મુજબ દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવાનું હોય ડીસામા બનાસ નદીના કાંઠે આવતા 17 ગામોના સરપંચો તલાટીઓ રેવન્યુ તલાટીઓ તેમજ આગેવાનોને જાણ કરી લોકોને સતત કરવા જણાવ્યું છે.તેમજ કાંઠા ના ગામોમાં નદી વિસ્તારમાં રહેતા લોકોને પણ પોતાના ઢોર ઢાંખર સહિત માલ સામાન સાથે સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે.