ભારતની આ ધાર પર અનેક સંતો આત્યાર સુધીમા થઈ ગયા છે. સૌરાષ્ટ્રની ધરતી પણ એવી જ ખાસ છે. અહી પણ અનેક સંતોની ભક્તિની સુંગંધ આજે પણ પ્રસરેલી છે. આવા જ એક સાધુ સંત છે પરમહિકારી કાળુબાપુ. તેઓ શ્રદ્ધા વ્રતની જ્યોતિ પ્રચલિત કરીને સનાતન ધર્મનો સંદેશ લોકો સુધી પહોચાડી રહ્યા છે. કાળુ બાપુનું ધામ ભાવનગરના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામે આવેલ છે. અહી તેમનો આશ્રમ છે જ્યા ભક્તો તેમના દર્શન આવતા હોય છે.
સૌરાષ્ટ્રની ધરતી પર સંતોની સુગંધ
કહેવાય છે કે જલારામબાપા અને સતાધારમા ચાલતા અન્નક્ષેત્રની જેમ અહી પણ વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે. આ સિવાય બાપુએ અહીં ધાર્મિક પ્રસંગો અને દર વર્ષે સમૂહ લગ્ન જેવા કર્યો પણ કર્યા છે.
વર્ષોથી બાપુએ અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી
સંતનું જીવન એકદમ સરળ અને નિર્ગુણ છે જેથી લોકો તેમના પર ખુબ જ શ્રધ્ધા ધરાવે છે. બાપુનું શરીર માત્ર કંતાનના વસ્ત્રો ધારણ કરે છે.
17 દિવસ પછી આ 6 રાશિના લોકોની તિજોરી છલકી જશે, બિઝનેસ-નોકરી-પૈસા-પ્રેમ તમામના રસ્તાઓ ખુલ્લી જશે
અહી આવનારા લોકોનુ કહેવુ છે કે બાપુ હંમેશા મૌન રહે છે અને તેમની કુટીરમાં ધ્યાન અવસ્થામાં જ જોવા મળે છે. બાપુના વર્ષોથી અહી આવનરા અને બાપુને માનનારા ભક્તો જણાવે છે કે ઘણા વર્ષોથી બાપુએ અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી. તેઓ માત્ર ભક્તિમા લીન રહે છે.