ભવર મીણા,પાલનપુર: રાજસ્થાન તરફથી ગુજરાત ટેન્કરમાં છુપાવીને લઈ જવાતા દારૂના જથ્થાને જિલ્લા લોકલ ક્રાઈમ ની ટિમ દ્વારા વોચ ગોઠવી પકડી પાડી તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ આર.જી.દેસાઈ પો.સબ.ઇન્સ તથા એ.એસ.આઈ.યશવંતસિંહ, તથા હેડ. કોન્સ. રાજેશકુમાર, દિલીપસિંહ તથા પો.કોન્સ બળવંતસિંહ,નિશાંત,જોરાવરસિંહ, ગજેન્દ્રદાન હાજર રહ્યા હતા.
આ સાથે લક્ષ્મણસિંહ નાઓ છાપી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના હેડ.કોન્સ દિલીપસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પાલનપુર તરફથી એક ટ્રેન્કર ગાડી GJ-06-VV-7191 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઉંઝા તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે છાપી હાઇવે રોડ શેરપુરા પાટીયા પાસે વોચમાં હતા દરમ્યાન હકીકતવાળી ટ્રેન્કર ગાડી આવતા ટ્રેન્કર ગાડી રોકવી સાઈડમાં કરી.
આ બાદ જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ- 7950 કી.રૂ.32,93,200/- તથા મોબાઈલ નંગ-1 કી.રૂ.5000/- ટ્રેન્કર ગાડી કી.રૂ.7,00,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ,40,00,330/- નો મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧) જુજારામ મગારામ જાટ રહે.અરણીયાળી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાન વાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ છાપી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.