રાજ્યભરમા કાલે મકરસંક્રાતિની ઉલ્લાસભેર ઉજવણી થઈ. પતંગરસિયાઓ વહેલી સવારથી જ અગાસી પર દેખાવા લાગ્યા હતા. ચારેતરફ પતંગ અને ‘કાઇ પો છે..’ અને ‘લપેટ’ના અવાજો ગુંજી ઉઠ્યા હતા. આ વચ્ચે બનાસકાંઠાથી ઉત્તરાયણની અનોખી ઉજવણી સામે આવી છે. અહી સાંજે લોકોએ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ અપીલ કરી હતી કે, ઉત્તરાયણની સાંજે સૌ કોઈ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કરે. આ બાદ સાંજે 50 હજારથી વધુ લોકોએ સામુહિક હનુમાન ચાલીસા કરી. બનાસકાંઠામા સાંજે ભક્તિનો રંગ જામ્યો હતો.
આ સિવાય વાત સાબરકાંઠાના ઇડર તાલુકામા પણ અનોખો રંગ મકરસંકાતીનો જોવા મળ્યો હતો. અહી ધોળીયા અને સીયાસણમાં વર્ષોની પરંપરા અનુસાર સ્થાનિક આદિવાસી લોકોએ દેવ ચકલીને પકડી તેની પૂજા કરી. ચકલીને તલ ગોળ ખવડાવવામા અવ્યા અને ખુલ્લા વિસ્તારમાં ઉડાડી દેવાઈ હતી.
ઇડરમા દેવ ચકલીની પૂજા કરાઈ
માન્યતા અનુસાર દેવ ચકલી ઉડીને લીલી ડાળી ઉપર બેસે તો આગામી વર્ષ સારા વરસાદની સાથે થાય છે અને જો આ દેવ ચકલી સૂકા લાકડા ઉપર બેસે તો આગામી વર્ષ વરસાદ વિનાનું તેમજ અપશુકનિયાળ રહેશે તેવુ ગણાય છે. જો કે આ વર્ષે આ દેવ ચકલી ઉડાડતાં તે લીલા વૃક્ષ ઉપર બેઠી હતી જેથી આગામી વર્ષ સારુ રહેશે તેવુ સ્થાનિક લોકોનુ કહેવુ છે.
સારંગપુરમાં હનુમાનજીનો ખાસ શણગાર કરાયો
બોટાદ પણ કાલે ભકિતના રંગમા રંગાયુ હતુ. અહી સારંગપુરમાં હનુમાનજીનો ખાસ શણગાર કરાયો જેમા હનુમાનજીના સિંહાસનને પતંગોથી શણગાર અને ચીકી, મમરાના લાડુ, તલના લાડુ સહિતનો ભોગ ધરાવાયો હતો. મળતી માહિતી મુજબ મકરસંક્રાતિના પર્વ દરમિયાન અહી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવ પહોંચે છે.
મકરસંક્રાતિની ઉલ્લાસભેર ઉજવણી
આ વર્ષે પણ હનુમાનદાદાનો આશીર્વાદ લેવા ભીડ જામી હતી. આ સાથે ગૌશાળામાં ગાયોની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતીં. દિવસભર પતંગ રસિકોઓની મોજ જોવા મળી હતી. માર્કેટમાં ઉંધીયુ માટે લોકોની લાઈનો લાગી હતી.
અમદાવાદમાં પ્રતિ કિલોએ રૂપિયા 250થી 450 ઉંધિયાનો ભાવ રહ્યો છે. અમદાવાદમાં લાખો કિલો ઉંધીયુ વેંચાયુ હોવના સમાચાર છે.