ભવર મીણા ( પાલનપુર ): વરસાદે રાજ્ય ના કેટલાક ભાગો માં વિનાશ વેર્યો છે તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લા માં ઝાપટા અને ઉકળાટ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જિલ્લા ના કુલ 14 તાલુકા ઓ પૈકી 6 તાલુકાઓ માં વરસાદી ઝાપટા પડયા હોવા નું સરકારી ચોપડે નોંધાયું છે.
બનાસકાંઠા જિલ્લાના કુલ 14 તાલુકાઓ માંથી વાવ, ધાનેરા,અમીરગઢ,દાંતા, કાકરેજ,અને સૂઇગામ માં વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો હતો જેમાં સૌથી વધુ દાંતા માં 38 મીમી જ્યારે સોથી ઓછો ધાનેરા માં 2 મીમી વરસાદ નોંધાયો હતો જોકે વરસાદી ઝાપટાં સાથે કોરા રહેલા લોકો બફારા તેમજ ઉકળાટ વચ્ચે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લા માં સરેરાશ વરસાદ સંતોષ કારક નોંધાયો હોવાથી લોકો માં આનદ છવાયેલો છે પરંતુ હજી ગરમી અને બફારા થી છુટકારો મળતો ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે